કિરીટ પટેલ બાયડ
આઝાદી મળે વર્ષોના વાણા વિતી ગયા છતાં ભારતના ગામડાઓની સ્થિતિ કફોડી જ રહેવા પામી છે શહેરીકરણની ઘેલછાએ સરકારી તંત્ર એ પણ ગામડાઓની ઉપેક્ષા કરીને રસ્તાઓ જેવી પાયાની સુવિધાઓથી વંચિત રાખ્યા છે
દેરોલી ગ્રુપ ગ્રામ પંચાયતના પેટાપરા કોઠીના મુવાડા ગામે બિસ્માર રસ્તાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ચોમાસાના દિવસો દરમિયાન વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે દેરોલી ગ્રુપ ગ્રામ પંચાયતના ગેદાલજીના મુવાડા નું પેટાપરા કોઠીના મુવાડા ગામે આશરે 35 થી 40 ઘરનું કુટુંબ વસવાટ કરે છે તેની વસ્તી આશરે 350 ની આસપાસ છે ગ્રામજનોએ તંત્રની વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ હજુ સુધી આવી શક્યું નથી જેના લીધે કોઠીના મુવાડા ના ગ્રામજનો સરકારી તંત્રથી અત્યંત નારાજ છે ગામજનોએ બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ને પણ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવી શક્યું નથી સત્વરે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગામજનો એ ઝલદ કાર્યક્રમ આપવાની ચીમકી ઉચ્ચારી હતી