GUJARATHALOLPANCHMAHAL
હાલોલ – SGFI-તાલુકા કક્ષા શાળાકીય રમત-ગમત 2024-25 વિવિધ સ્પર્ધામા વી.એમ.શાહ શાળાના બાળકો ઝળક્યા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૭.૮.૨૦૨૪
હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ વી.એમ.શાહ શાળામાં SGFI-તાલુકા કક્ષા શાળાકીય રમત-ગમત 2024-25 વિવિધ સ્પર્ધાનું આયોજન થઈ રહેલ હોય જેમાં તા-03/08/2024 ને શનિવાર ના રોજ લાંબી કુદ, ગોળા ફેંક,ચક્ર ફેંક,200 મી.દોડ,400,મી.દોડ જેવી વિવિધ સ્પર્ધા માં વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ ધો-7 અને 8 ના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો જેમાં દરેક સ્પર્ધામાં શાળાના બાળકો એ પ્રથમ,દ્વિતીય,અને તૃતિય ક્રમાંક મેળવી જિલ્લા કક્ષાએ પોતાનું નામ નોંધાવી પોતાના માતા-પિતા તેમજ શાળાનું નામ દીપાવ્યું તે બદલ દરેક બાળકો ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.









