
મેંદરડા ખાતે પટેલ સમાજમાં સિલવર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ નો ત્રીતીય વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમમાં અનેક પ્રકારના સામાજિક કાર્યોને લગતા અને જનજાગૃતિ ને લગતા અનેક કુતીઓ બાળકો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી એમાંના અમુક કાર્યક્રમો લોક જાગૃતિ ફેલાવવા માટેના જેમકે સ્કૂલ ચલે હમ, પેરેન્ટ્સ થીમ,જંગલ બચાવો વૃક્ષ બચાવો ,જળ બચાવો જીવન બચાવો, નશાબંધી ,સોશિયલ મીડિયા થિમ, પ્લાસ્ટિક એક્ટ, ભગતસિંહ એક્ટ,ઝાશી કી રાની,નશા થીમ વ્યશન થી દુર રહો, રામાયણ, હનુમાન ચાલીસા,યોગ,આ સિવાયની અનેકો કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી આ કાર્યક્રમમાં હજારો ની સંખ્યા માં લોકો હાજર રહ્યા આ કાર્યક્રમ લોક જાગૃતિ ફેલાવે તેવો હતો અને વીશેષ માં આ સીલવર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેંદરડા ગામના સોનાપુરી સ્મશાન નુ જે નવીનીકરણ કરવામાં આવ્યું છે તે કાયૅ મા જે લોકોએ પરિશ્રમ કર્યો છે અને પાયાના પથ્થર ની જેમ મહેનત કરી છે એવા સોનાપુરી સમિતિ ના હોદ્દેદારો અને કાર્યકરો નું સન્માન પણ કરવામાં આવ્યું અને સોનાપુરી સમિતિના દરેક સભ્યો આ કાર્યક્રમ માં હાજર રહ્યા. અને આ કાર્યક્રમમાં જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર જિલ્લા નાયબ શિક્ષણ અધિકારી શ્રી પણ હાજર રહ્યા અને મેંદરડાના તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા કાર્યક્રમ પુણૅ થયાબાદ બધા લોકોએ સાથે અલ્પાહાર પણ લીધો.
રિપોર્ટિંગ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






