CHHOTA UDAIPURGUJARATNASAVADI
નસવાડી તાલુકા નિશાના પ્રાથમિક શાળામાં સોમવાર નાં રોજ શિક્ષક નાં આવતા બાળકોનું શિક્ષણ બગડ્યું.

મૂકેશ પરમાર નસવાડી
નસવાડી તાલુકામાં નિશાના ગામ ડુંગર વિસ્તારમાં આવેલું ગામ છે અને નિશાના ગામે ધોરણ એક થી પાંચ ની પ્રાથમિક શાળા આવેલી છે.જેમાં 30 થી વધુ બાળકો અભ્યાસ કરવા માટે આવે છે જ્યારે શાળામાં એક શિક્ષક ફરજ બજાવે છે જ્યારે શાળા ખુલતા બાળકો શાળામાં શિક્ષણ મેળવવા માટે પહોંચી ગયા હતા પરંતુ શિક્ષક બપોર ના બે વાગ્યા સુધી શાળાએ પહોંચ્યા નાં હતાં જેના કારણે બાળકોનો અભ્યાસ બગડ્યો હતો. આદિવાસી વિસ્તારમાં બાળકોને ભણવું છે પરંતુ શિક્ષકો કોઈ ને કોઈ બહાનું બતાવી સમયસર શાળાએ પહોંચતા નથી અને શાળામાં ગુલ્લો મારે છે જેના કારણે આદિવાસી વિસ્તારમાં બાળકોનો શિક્ષણ કથળી કરી રહ્યું છે સરકારનું સૂત્ર છે સૌ ભણે સૌ આગળ વધે પરંતુ આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું સ્તર નીચું જઈ રહ્યું છે જ્યારે શિક્ષક સાથે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હું બેંકના કામથી શાળાએ પહોંચ્યો નથી બેંકમાં સહીનું વલન બદલવાનું છે જેના કારણે હું સવારથી જ બેંકમાં છું તેઓ ઉડાવ જવાબ આપ્યો હતો. શિક્ષક કયા કારણે શાળાએ નથી પહોંચ્યા તે તપાસનો વિષય બન્યો છે.





