GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી શહેરમાં દંપતીએ ખોટી વિઝા આપી 1 કરોડ 33 લાખથી વધુની ઠગાઈ કરનાર મહિલાને એરપોર્ટ પરથી પકડી લેવાઈ..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી શહેરમાં વિવેક નવનીત પટેલ અને પત્ની નાવિકા વિવેક પટેલ એ 28 જેટલા ઇસમોને વિદેશમાં મોકલવાની ખોટી વિઝા આપી રૂપિયા 1 કરોડ 33 લાખ 96 હજાર જેવી માતબર રકમનું ફુલકો ફેરવી આ દંપતી ફરાર થઈ ગયું હતું દંપતી પૈકી મહિલા આરોપી નાવિ કા પટેલની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ વિવેક નવનીત પટેલ અને નાવિકા વિવેક પટેલ રહે. સેન્ટલ બજાર નવસારી જેઓ પૂર્વ આયોજિત કાવતરો  રચી  વિદેશ જવા ઈશ્સુક લોકોને વિદેશ મોકલી આપવાની ખાતરી આપી 28 લોકો પાસેથી 1 કરોડ 33 લાખ 96 હજાર રૂપિયાથી વધુની રકમ ઉસેટી લઈ તેઓને ખોટા વિઝા ઇન્પોન્સર લેટર આપી આ વિઝા રિજેક્ટ કરાવી દસ વર્ષ માટે બેન્ડ કરાવી છેતરપિંડી આચરી હતી જે બાદ આ દંપત્તિ દેશમાંથી વિદેશ ફરાર થઈ ગયું હતું.આ અંગે ભોગ બનનાર એક વ્યક્તિએ આરોપીઓ વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ મથકે લેખિત અરજી આપી ગુન્હો નોંધાવ્યો હતો. ગુન્હો નોંધાયા બાદ નવસારી ટાઉન પોલીસે બંને સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. ત્યારબાદ 16 નવેમ્બરે નાવિકા પટેલ મુંબઈ એરપોર્ટ પર ઇમિગ્રેશન દ્વારા અટકાવવામાં આવી હતી. જ્યારે આ કારાસ્તાનનો માસ્ટર માઈન્ડ વિવેક નવનીત પટેલ હજુ પોલીસ પકડથી દૂર છે. નવસારી ટાઉન પોલીસની ટીમે આ મહિલાની અટકાયત કરી છે. આ દંપતી સાથે અન્ય કોઈ જોડાયેલો છે કે કેમ તે અંગેની ઝીણવટ ભરી પૂછપરછ કરી વધુની તપાસ પીએસઆઈ એ.એસ સરવૈયા હાથ ધરી છે.

 

 

 

 

Back to top button
error: Content is protected !!