
તા.૨૫.૦૧.
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા મહિલાઓ માટે નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો
મહિલાઓમા બ્રેસ્ટ કેન્સર અંગે સજાગતા અને જાગૃતિ વધે તેવો મુખ્ય ઉદ્દેશ
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજસિંહ દ્વારા YOUWECAN ફાઉન્ડેશન ચલાવે છે આ ફાઉન્ડેશન દ્વારા મુખ્યત્વે મહિલાઓને થતા બ્રેસ્ટ કેન્સર વિશે કેવી રીતે સજાગતા રાખવી તેમજ જો બ્રેસ્ટ કેન્સર થાય તો તેનાથી કેવી રીતે લડવું અને કેવી રીતે તેનું નિદાન કરાવવું તે વિશે માહિતી પ્રદાન કરે છે અને સારવાર કરાવવા જરૂરી પ્રયત્નો પણ કરે છે. તેમજ આ સંસ્થા એક ભારતીય અને બિન લાભકારી સંસ્થા છે જે કેન્સર સામે લડવા સમર્પિત છે. આ સંસ્થાની સ્થાપના 2012 માં કરવામાં આવી હતી. આ સંસ્થાની સ્થાપના ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજસિંહ અને તેમની માતા શબનમસિંહ ની મદદ થી કરવામાં આવી હતી. આ એસોસિએશન ચાર મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કેન્સર જાગૃતિ, સ્ક્રીનીંગ, સારવાર સહાય અને સર્વાઈવર સશક્તિકરણ. આ ફાઉન્ડેશનની મુખ્ય કામગીરી ભારતમાં છે. ફાઉન્ડેશન ગ્રામીણ વિસ્તારોમાં મૌખિક, સ્તન અને સર્વાઇકલ કેન્સર અને કેન્સર સ્ક્રીનીંગ માટે જિલ્લા-સ્તરના સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરે છે સ્વસ્થ મહિલા સ્વસ્થ ભારત તરીકેનો આ બ્રેસ્ટ કેન્સર જાગૃતિ નો કાર્યક્રમ 15 રાજ્યના 15 જિલ્લામા થઈ રહેલ છે તે અન્વયે આ પ્રોગ્રામ માટે ગુજરાતમા દાહોદ જિલ્લાને પસંદ કરવામાં આવેલ છે. દાહોદ જિલ્લામાં મહિલાઓમાં પોતાના સ્વાસ્થ્ય ની કાળજી ઓછી કરતી હોવાનું તારણ કાઢવામાં આવેલ છે જેથી મહિલાઓ ને બેસ્ટ કેન્સર ને ડિવાઇસ દ્વારા ડિટેક્ટિ કરી યોગ્ય સારવાર કરવામાં આવે અને જો કોઈ પણ મહિલાને સારવાર ની જરૂર સર્જાય તો દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવે. આજનો આ મેડીકલ નિ:શુલ્ક કેમ્પ સ્વસ્થ મહિલા સ્વસ્થ્ય ભારત અંતર્ગત આજે પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિ દાહોદ જિલ્લા દ્વારા રાખવામાં આવ્યો હતો. આજના આ કેમ્પમા મોટા પ્રમાણપત્ર મહિલાઓ ઉપસ્થિત રહી હતી.



