GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લામાં મુખ્યમંત્રીના સંભવિત કાર્યક્રમને અનુસંધાને મહાનગરપાલિકાના ટાઉનહોલ ખાતે બેઠક યોજાઇ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી ૨૫મી નવેમ્બરના રોજ જિલ્લાના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે*

નવસારી,તા.૨૨: આગામી ૨૫મી નવેમ્બરના રોજ માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નવસારી જિલ્લાના સંભવિત કાર્યક્રમને અનુલક્ષીને ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી પુષ્પ લતા અને મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના ટાઉનહોલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠકમાં કાર્યક્રમની સંભવિત રૂપરેખા સહીત મુખ્યમંત્રીશ્રીના હસ્તે થનાર ખાતમુહૂર્ત અને લોકાર્પણ, બેઠક વ્યવસ્થાઓ, સાઉન્ડ સિસ્ટમ, પાર્કિગ, ફુડ પેકેટ, પીવાના પાણી, શૌચાલય, ગ્રીનરૂમ, સ્ટેજ ઉપરની આનુસાંગિક વ્યવસ્થાઓ, પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિક નિયમન વગેરે અંગેની તૈયારીઓની ઝીણવટપુર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમને અનુસંધાને બનાવેલ સમિતિઓના અધ્યક્ષશ્રીઓ દ્વારા પોતાની કામગીરી અંગે વિગતવાર જાણકારી આપી હતી. આ બેઠકમાં ધારાસભ્ય રાકેશ દેસાઈ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!