DASADAGUJARATSURENDRANAGAR

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પીપળી કેનાલ પાસે વાડીની ઓરડી માંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો.

વિદેશી દારૂની બોટલો નંગ 1163 કિં.રૂ.13,36,900 ના મુદ્દામાલ સાથે આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો.

તા.20/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વિદેશી દારૂની બોટલો નંગ 1163 કિં.રૂ.13,36,900 ના મુદ્દામાલ સાથે આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો.
સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રોહી જુગારના વધુમા વધુ કેશો શોધી કાઢી આવી બદીને સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા સારૂ અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવાના ઉદ્દેશથી એલસીબી પીઆઇ જે.જે.જાડેજા તથા પીએસઆઇ જે.વાય.પઠાણ તથા પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઇ આર. એચ. ઝાલા નાઓએ એલસીબી તથા પેરોલ ફર્લો પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ખાસ એકશન પ્લાન હેઠળ પ્રોહી/જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ થાય તે રીતે પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપતા એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોડ ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે માલવણ પો.સ્ટે.ના પીપળી ગામ જતા રસ્તે કેનાલથી ડાબી બાજુ આરોપીની કબ્જાની વાડીની ઓરડી માંથી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની બોટલ નં.૧૧૬૩ કી.રૂ.૧૩,૩૬,૯૦૦ નો પ્રોહી મુદામાલ પકડી પાડી આરોપી વિરુધ્ધમા માલવણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!