GUJARAT

નવસારી જિલ્લામાં આ વર્ષે પોલીસી ૯ અંતર્ગત કુલ રૂ. ૬૩ કરોડના ખર્ચે ૨૯ હજારથી વધુ દર્દીઓને અપાઈ નિઃશુલ્ક સારવાર

વાત્સલ્યમ સમાચાર 

    મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના કુલ-પીએમજય કાર્ડના ૦૭ લાખથી વધુ લાભાર્થીઓ

આયુષ્માન ભારત યોજના ૨૦૧૮ માં લોન્ચ કરવામાં આવી હતી. આ વિશ્વની સૌથી મોટી સરકારી ભંડોળથી ચાલતી આરોગ્ય વીમા યોજના કહી શકાય છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ આરોગ્ય ક્ષેત્રે અગ્રેસર ગુજરાત રાજયએ નોંધપાત્ર કામગીરી કરી રહી છે. સરકારની આરોગ્યલક્ષી અનેકવિધ યોજનાઓમાં “આયુષ્માન ભારત યોજના” મહત્વની ભુમિકાઓ ભજવી રહી છે. સરકારશ્રીની આયુષ્યમાન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના–મા હેઠળ  સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. જેમાં પ્રાથમિક, સેકન્ડરી અને ગંભીર બીમારીઓની સારવાર કરવામાં આવે છે. આ કાર્ડના લાભાર્થીઓને હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન, કન્સલટેશન, નિદાન માટેના લેબોરેટરી રિપોર્ટ, સર્જરી, સર્જરી બાદની અનુવૃત્તિ સેવાઓ, દવાઓ, દાખલ ચાર્જ, દર્દીને ખોરાક, ફોલો – અપ સહિતની સેવાઓને આવરી લેવામાં આવી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની મહત્વાકાંક્ષી આયુષ્યમાન ભારત યોજના સામાન્ય લોકો માટે સંજીવની સમાન પુરવાર થઈ રહી છે. ત્યારે નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સરાહનિય કામગીરી કરવામાં આવી રહી છે.

બોક્ષ

નવસારી જિલ્લામાં આ વર્ષે પોલીસી ૦૯ અંતર્ગત કુલ રૂ. ૬૨૮,૭૪૭,૧૮૪ કરોડના ખર્ચે કુલ-૨૮,૩૮૩ હજાર દર્દીઓને અપાઈ નિઃશુલ્ક સારવાર જ્યારે ગત વર્ષે પોલીસી ૦૮ અંતર્ગત રૂ. ૮૭૦,૬૨૬,૪૮૦ કરોડના ખર્ચે  ૩૮,૩૬૮ હજાર દર્દીઓને યોજનાનો લાભ લીધો હતો.  નવસારી જિલ્લા ખાતે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત કુલ-૭,૭૩,૫૩૫ જેટલા લાભાર્થી નોંધણી થઇ છે. આ યોજના અંતર્ગત હૃદયરોગ, કિડનીના રોગ,કેન્સર સર્જરી, કિમોથેરાપી, રેડિયોથેરાપી, મગજ કરોડ઼જ્જુના રોગો, નવજાત શિશુઓના રોગો, મેડિકસ્મેનેજમેન્ટ, ગાયનેક, ઓર્થોપેડિક જેવા કલ્સટરોમાં ૨૪૦૦ થી વધુ પેકેજમાં સારવાર મળવા પાત્ર છે. ચાલુ વર્ષ દરમ્યાન વયવંદના કાર્ડમાં કુલ-૭૪૮૯ જેટલા લાભાર્થીઓની નોંધણી કરી ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરી છે. જ્યારે  આયુષ્યમાન ભારત યોજના અંર્તગત એનએફએસએના કુલ- ૭,૭૩,૫૩૫ લાભાર્થીઓ પૈકી ૭,૭૩,૫૩૫ લાભાર્થીઓની નોંધણી કરી ૮૬ ટકા કામગીરી પૂર્ણ કરવામાં નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ સમગ્ર રાજ્યમાં નવસારી જિલ્લાએ સરાહનીય કામગીરી કરેલ છે. નોંધનિય છે કે, રાજ્ય સરકારે આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે આયુષ્માન ભારત યોજનામાં કુલ ખર્ચની મર્યાદા વધારીને ૧૦ લાખ રૂપિયા સુધીની કરી છે. ઉપરાંત, ૭૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને આયુષ્માન કાર્ડ આપવામાં કોઈ આવક મર્યાદા રાખવામાં આવી નથી, જેથી વયોવૃદ્ધ નાગરિકોને પણ લાભ મળી શકે. રાજ્ય સરકાર છેવાડાના લોકોના આરોગ્યની સારસંભાળ રાખવા માટે સતત પ્રયાસશીલ છે ત્યારે આરોગ્ય સેવાઓના પ્રદાનમાં કોઈ કમી ન રહે તે માટે નવસારી જિલ્લા તંત્ર પણ કટિબદ્ધ છે.

Back to top button
error: Content is protected !!