GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લામાં દિવ્યાંગ અને વૃધ્ધ મતદાતા માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારીમાં પ્ર.સ.કોઠારી બહેરા-મુંગા વિવિધલક્ષી વિદ્યાલય-વિજલપોર ખાતે ૩૦૦ થી પણ વધુ દિવ્યાંગ અને વૃધ્ધ મતદારો મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સહભાગી થયા*

ભારતના ચૂંટણીપંચની સુચના મુજબ લોકશાહી પર્વમાં દિવ્યાંગ મતદારોને જરૂરી  સવલતો મળી રહે તથા મતદાન પ્રક્રિયામાં તેઓની ભાગીદારી વધે તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાના ચાર વિધાનસભા મતવિસ્તારોમાં દિવ્યાંગ અને વૃધ્ધ મતદારો માટે  વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવરી લેવામાં આવી રહ્યા છે. જેના ઉપલક્ષમાં જલાલપોર (૧૭૪) વિધાનસભા અંતર્ગત કાર્યક્રમ શ્રી પ્ર.સ.કોઠારી બહેરા-મુંગા વિવિધલક્ષી વિદ્યાલય-વિજલપોર તા.જલાલપોર ખાતે PWD નોડલ અધિકારી-વ-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (વિકાસ શાખા) ડૉ.રિપલ એમ. ચૌધરી અને મદદનીશ નોડલ અધિકારી-વ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એસ.વી.રાઠોડની અધ્યક્ષતામાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.   જેમા ૩૦૦ થી પણ વધુ દિવ્યાંગ અને વૃધ્ધ મતદારોને ભારતના ચૂંટણી પંચ તથા જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી મળતી સવલતો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સૌને બેલેટ પેપર દ્વારા મતદા, સક્ષમ એપ્લીકેશન, વ્હિલચેર જેવી સુવિધાઓ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવશે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!