વાત્સલ્યમ સમાચાર
નવસારી
શિવફૂડ ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાંથી સુખવંત બ્રાન્ડ ઘી નો આશરે 3 હજાર કિલોથી વધુનો જથ્થો અને પામોલીન તેલના 10 ડબ્બા ઝડપી પાડી તમામ જથ્થો સીઝ કરાયો
પ્રાપ્ત માહિતી મુજબ ફૂડ અને સેફટી વિભાગ નવસારી અને લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા પૂર્વ બાતમી આધારે નવસારીના દંડેશ્વર પાટિયા,બારડોલી રોડ ખાતે આવેલ શિવફૂડ પ્રોડક્ટ નામની ફેકટરી પર દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં સુખવંત બ્રાન્ડ દેશીનાં અલગ અલગ વજનનાં પેકીંગ માં શંકાસ્પદ ઘી નો જથ્થો મળી આવતા વધુની તપાસ આદરી હતી જે તપાસમાં આ ફેકટરી માંથી પામોલિન તેલ ના ડબ્બા 10 પણ મળી આવેલ હતા આ પામ તેલનો ઉપયોગ ઘી માં ભેળસેળ માટે થતો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે.શિવફૂડ પ્રોડક્ટનાં માલિક વિકી રાજેશભાઇ ચોખાવાલા અને લવ રાજેશભાઇ ચોખાવાળાની ફેક્ટરીમાંથી કૂલ 8 નમુના લેવામાં આવ્યા છે. આ ફેક્ટરીમાંથી આશરે 3.133 કિગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત આશરે રૂ 14.94 લાખ થવા જાય છે તે શંકાસ્પદ જથ્થો ફૂડ અને સેફટીના નિયમ મુજબ જપ્ત કરવામાં આવેલ છે. લીધેલા તમામ નમૂનાઓ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.આ શંકાસ્પદ ખાદ્ય પદાર્થ સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે