GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ભારે વરસાદની આગાહી અનુસંધાને મોરબી જીલ્લા પોલીસ દ્વારા પશુધનના રક્ષણ માટે જાહેર અપીલ

 

MORBI:ભારે વરસાદની આગાહી અનુસંધાને મોરબી જીલ્લા પોલીસ દ્વારા પશુધનના રક્ષણ માટે જાહેર અપીલ

 

 

ભારે વરસાદ પહેલાના પગલા ટીવી રેડીયો અને સરકારી માધ્યમથી મળેલ સુચનાઓનો અમલ કરવો અને અફવાઓથી દુર રહેવુ.

 આસપાસના પશુચિકિત્સકોની ફોન નંબર સાથેની માહિતી હાથવગી રાખવી

પશુઓને ખુલ્લા અને ઊંચા સલામત સ્થળે ખસેડવા.

 પશુધન માટે સૂકાચારા તથા સ્વચ્છ પાણીનો પૂરતા પ્રમાણમાં યોગ્ય સ્થળે સંગ્રહ કરવો.

ભારે વરસાદ દરમ્યાનના પગલા પશુઓને ખીલે બાંધવા નહીં.

 પશુઓને ઝાડ,છાપરા નીચે, જર્જરીત રહેઠાણ કે દિવાલ નજીક રાખવા નહીં.

પશુધનને વિજળી થાંભલા પાસે/સાથે બાંધવા નહીં.

ઘેટાં, બકરાં,મરઘાં જેવા પશુ-પક્ષીઓ ગુંગળાઇ ના જાય તે માટે તકેદારી રાખવી.ભારે વરસાદ બાદના પગલાં

 બિમાર પશુઓની નજીકના પશુ સારવાર કેન્દ્ર ખાતે તાત્કાલિક સારવાર કરાવવી.

પશુ રહેઠાણમાં ઝેરી જીવજંતુની ચકાસણી કર્યા બાદ પશુ રાખવા.

 વાવાઝોડા બાદ તનાવગ્રસ્ત પરિસ્થિતમાં અગમચેતીના પગલાં રૂપે રસીકરણ કરાવવું.

 મૃત પશુઓ માટે ઊંડો ખાડો ખોદી રાસાયણિક પાઉડરનો છંટકાવ કરી વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવો.

 ગામમાં ચેપી રોગચાળા જેવી પરિસ્થિતની જાણ નજીકના પશુ દવાખાના ખાતે તુરંત કરવી.

ઇમરજન્સી અને પોલીસ 100 મહિલા સહાય 181

સાયબર હેલ્પલાઇન 1930

Back to top button
error: Content is protected !!