પાલનપુરમાં તપોધન બ્રાહ્મણી યુવા સંગઠન દ્વારા રક્ષાબંધનના દિવસે મંત્રો સાથે જનોઈ ધારણ કરી. મોટી સંખ્યામાં ભૂદેવ જોડાયા

10 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં તપોધન બ્રાહ્મણી યુવા સંગઠન દ્વારા રક્ષાબંધનના દિવસે મંત્રો સાથે જનોઈ ધારણ કરી. મોટી સંખ્યામાં ભૂદેવ જોડાયા રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે તપોધન બ્રાહ્મણ યુવા સંગઠન દ્વારા યજ્ઞોપવીત નો કાર્યક્રમ તપોધન બ્રાહ્મણ સમાજ ની નવીન જગ્યામાં રાખવામાં આવેલ, ખૂબ જ મોટી સંખ્યામાં સૌ તપોધન બ્રાહ્મણ સમાજના યુવાનો તથા વડીલો એકત્રિત થઈને સામૂહિક જનોઈ બદલવાનો કાર્યક્રમ કરવામાં આવે છે.
આ કાર્યક્રમ તપોધન બ્રાહ્મણ યુવા સંગઠન દ્વારા છેલ્લા દસ વર્ષથી કરવામાં આવે છે આ કાર્યક્રમમાં તપોધન બ્રાહ્મણ યુવા સંગઠન ના પ્રમુખ શ્રી વિપુલભાઈ રાવલ તથા મંત્રી શ્રી બ્રિજેશભાઈ રાવલ. તપોધન બ્રાહ્મણ સમાજના પ્રમુખ શ્રી નવીનભાઈ ત્રિવેદી અને વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખશ્રી ગીરીશભાઈ રાવલ તથા સૌ વડીલો અને યુવા ભાઇ ઓ એ ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી હતી





