પાલનપુરમાં મહેશ્વરી સમાજની બહેનોએ ફાગણ મહિનામાં માથે બેડા મૂકી ગણગોર ઉજવણી કરી

12 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં મહેશ્વરી સમાજની બહેનોએ ફાગણ મહિનામાં માથે બેડા મૂકી ગણગોર ઉજવણી કરી.. ભગવાન શિવ પાર્વતી ની મૂર્તિની સ્થાપના કરી લગ્ન વિવાહ નો પ્રસંગ ઉજવ્યો..
પાલનપુર મહેશ્વરી સમાજ બહેનો હોળીના તહેવાર બાદ ફાગણ મહિનામાં પરંપરાગત વિશેષ આયોજન ગણગોર ઉજવણી કરવામાં આવે છે જેમાં શિવ પાર્વતીના લગ્ન વિવાહ નો પ્રસંગ ભગવાનની મૂર્તિની સ્થાપના કરી ભગવાનને શણગાર કરવામાં આવે છે આ દિવસે બહેનો નવા વસ્ત્ર પહેરી માથે બેડા મૂકી શોભા યાત્રા નીકળવામાં આવે છે જેના ઘરે ભગવાનની સ્થાપના કરેલી હોય ત્યાં ભજન કીર્તન જેવી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ ભગવાનની પૂજા કરવામાં આવે છે પાલનપુરમાં મહેશ્વરી સમાજ બહેનો હોળી . ધુળેટી ના દિવસે પરંપરાગત અબીલ ગુલાલથી ઉજવણી કરતા સમાજને બહેનો યુવાનો. વડીલો .એકતાના દર્શન જોવા મળી રહ્યા છે બાદ ફાગણમાં આ તહેવાર ને ગણગોર ની ઉજવણી પ્રથા આજે પણ આ બહેનો ઉજવતી આવે છે જેમાં ભગવાન શિવ પાર્વતી ની મૂર્તિની સ્થાપના કરી ભવ્ય રીતે શણગારવામાં આવે છે આ દિવસે બહેનો નવા વેશભૂષા તેમજ મેહદી નો આભૂષણ શણગાર પહેરી ભગવાનના પ્રસંગમાં ગણગોર ના ગીતો ગાઈને માથે બેડા મૂકી શહેરમાં પરિભ્રમણ કરી મંદિરે દર્શન કરી આ પરંપરા આજે પણ આ મહેશ્વરી સમાજના ઉજવણી કરતા આવ્યા છે.




