BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુરમાં શ્રીરામ સમિતિના ના યુવાનોએ નવરાત્રિના વિવિધ મંડળો 22 કન્યાઓને પૂજન ઉજવણી કરી

8 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

પાલનપુર શ્રીરામ સમિતિ ના યુવાનો તેમજ રામજી મંદિરના મહંત સહિત માતાજીના ચાલતા પવિત્ર નવરાત્રીમાં શહેરમાં ચાલતા ગરબા જેમાં ખાસ કરીને દસ વર્ષની અંદર દીકરીઓનું પૂજન કરી હિન્દુઓની સંસ્કૃતિ જાળવી રાખી હતી.હિન્દુઓની સંસ્કૃતિ પ્રમાણે બાલિકા એક દેવી સ્વરૂપ ગણાય છે જ્યારે હાલ ચાલતા પવિત્ર નવરાત્રીના માની પૂજા મહત્વ વધી જાય છે આ શહેરના રામજી મંદિરના મહંત શહેરના ખોડા લીમડા ખોડીયાર મંદિર પાસે ચાલતા ગરબા તેમજ ધનિયાણા ચોકડી પાસે આવેલી કેસર સીટી સોસાયટીમાં દીકરીઓને પૂજાના કાર્યક્રમમાં રામજી મંદિરના મહંત શ્રી દીકરીઓની ચરણામૃત ધોઈ કરી પૂજા નો કાર્યક્રમ ઉજવણી કુલ 22 દીકરીઓ હાર ચડાવી પૂજા કરી હતી શ્રી રામ સેવા સમિતિ દ્વારા ખોડા લીમડા વિસ્તારમાં તથા કેશર સીટી સોસાયટીમાં કન્યા પુજન કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં કેશર સીટી સોસાયટી ના અગ્રણીઓ દ્વારા મોટા રામજી મંદિર ના મહંત શ્રી શ્રી 1008 મહંતશ્રી રાઘવદાસજી મહારાજ તથા શાસ્ત્રી હિરેનભાઇ વ્યાસ નુ ફુલહાર પહેરાવી શાલ ઓઢાડીને ભેટ પુજન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા શ્રી રામ સેવા સમિતિ ના સભ્યો એ હાજરી આપી હતી તેમનુ પણ શાબ્દિક સ્વાગત, કરવામાં આવ્યું હતું ત્યારબાદ સ્વાગત સોસાયટી માં પણ મહંતશ્રી રાઘવદાસજી મહારાજ શ્રી નુ તથા શાસ્ત્રી હિરેનભાઇ વ્યાસ નુ ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.સોસાયટી મા પ્રથમ વખત કન્યા પુજન કાર્યક્રમ યોજાયો હોવાથી લોકો ની ધર્મ પ્રત્યે ની જાગૃતી અને દિકરીઓ ને નવ દુર્ગા સ્વરૂપ જોઈ નારીશક્તિ નુ મહત્વ સમજાવ્યું હતું.આમ સનાતન ધર્મ માં બહેન દિકરીઓ પુજનીય હોય છે આ પ્રસંગે મહંતશ્રી દ્વારા આશીર્વચન પાઠવવામાં આવેલ હતાં.

Back to top button
error: Content is protected !!