CHHOTA UDAIPURGUJARATNASAVADI

નસવાડી તાલુકાનાં પિસાયતા ગામે પ્રાથમિક શાળાનાં ઓરડાઓમાં તેમજ મધ્યાહન ભોજન રૂમમાં કોતરનું વરસાદી પાણી ફળી વળ્યું

મૂકેશ પરમાર ,,નસવાડી 
 
 નસવાડી તાલુકામાં સવારથીજ ધોમધાર વરસાદ વરસાદ વરસ્યો હતો જેનાં કારણે અનેક નદીઓ તેમજ કોતરો પાણી થી છલકાય ગયા હતા ત્યારે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલ પીસાયતા ગામે  પ્રાથમિક શાળાનાં ઓરડાઓમાં પણ અચાનક કોતર નાં વરસાદી પાણી ફળી વળ્યા હતા. અને શાળાના ઓરડાઓ મા પાણી ભરાઈ ગયું હતું શાળાના ઓરડાઓમાં વરસાદી પાણી ભરાતા બાળકો નાં સ્કુલ બેગ પાણીમાં પલળી ગયા હતા જ્યારે શિક્ષકોએ શાળાની તિજોરીમાં રાખેલ જરૂરી કાગળો,લેપટોપ, તેમજ અન્ય વસ્તુઓ પાણીમાં પલળી ગઈ હતી જ્યારે  મધ્યાહન ભોજનમાં રૂમમાં પણ કોતર નું વરસાદી પાણી ભરાઇ જતા રૂમમાં રાખેલ ચોખા,ઘઉં,તુવેરદાળ મરચું ,મસાલો,તેલ તેમજ ગેસની સગડી પણ પાણીમાં પલડી ગઈ હતી જ્યારે ભારે વરસાદ ને લઈને શાળામાં બનાવેલ પ્રોટેક્શન વોલ પણ ધરાશાય થઈ ગઈ હતી જેનાથી શાળાને વ્યાપક નુકસાન થયું હતું ભારે વરસાદ પડતાં શિક્ષકો અને બાળકો મુશ્કેલીમાં મુકાયા હતા.
 
 

Back to top button
error: Content is protected !!