GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં વોર્ડ-૧૭માં વરસાદી પડેલા નાના-મોટા ૨૪ ખાડા ૨૪ કલાકમાં જ બૂરી દેવાયા

તા.૮/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

ખાડામાં બ્લોક્સ નાંખીને રોડ મજબૂત બનાવાયા

Rajkot: રાજકોટ મહાનગરના વિવિધ વિસ્તારોમાં વરસાદથી પડેલા ખાડા સહિત માર્ગ મરામતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જે અંતર્ગત વોર્ડ-૧૭માં વરસાદના પગલે પડેલા નાના-મોટા ૨૪ ખાડા ૨૪ કલાકમાં જ બુરી દેવામાં આવ્યા હતા.

રાજકોટ મહાનગર પાલિકાના જણાવ્યા પ્રમાણે, વોર્ડ-૧૭માં વરસાદમાં ૨૪ જેટલા ખાડાઓ ધ્યાનમાં આવ્યા હતા. જેને પગલે ટીમો તત્કાલ દોડાવાઈ હતી અને આ ખાડાઓ સત્વરે બૂરી દઈને રોડ સમથળ કરી દેવામાં આવ્યા છે. જરૂર પડી ત્યાં ખાડાઓમાં સિમેન્ટના બ્લોક્સ નાંખીને ખાડાનું મજબૂત પુરાણ કરીને રોડ સમથળ કરાયા છે.

Back to top button
error: Content is protected !!