Rajkot: રાજકોટમાં આમ આદમી પાર્ટી ની ગુજરાત જોડો જનસભાને મળ્યું મજબૂત સમર્થન

તા.૨૫/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટની જનતા સામે એક મજબૂત વિકલ્પના રૂપમાં આમ આદમી પાર્ટી ઊભરીને આવી: આપ
રાજકોટ કોર્પોરેશનના સતાધીશો દ્વારા કરેલા ભ્રષ્ટાચાર, TRP ગેમ ઝોન અગ્નિકાંડ, તૂટેલા રોડ રસ્તાથી રાજકોટવાસીઓ હેરાન પરેશાન: આપ
Rajkot: રાજકોટ શહેર મહાનગર પાલિકાના વોર્ડ નં 13માં ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવેલું હતું. આ તકે રાજકોટ શહેર પ્રમુખ દિનેશભાઈ જોશી, પ્રદેશ ટ્રેડ વિગ પ્રમુખ શિવલાલભાઈ બારસિયા, રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસભાઇ ગાજીપરા અને પ્રદેશ મંત્રી ચેતનભાઈ કમાણી તથા સંજયસિંહ વાઘેલા તથા રાહુલભાઈ ભુવા અને દિલીપસિંહ વાઘેલા સહીત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને અને વોર્ડ નં 13 લોકો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. આ ગુજરાત જોડો જનસભામાં વોર્ડ નં 13ના 200થી પણ વધારે લોકો હાજર રહ્યા હતા અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા પણ હતા. પાર્ટીના નેતાઓ દ્વારા આવનારી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રણનીતિ બનાવવામાં આવી હતી.
આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આ સભામાં જણાવવામાં આવ્યું હતું કે, હવે મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે અને રાજકોટની જનતા સામે એક મજબૂત વિકલ્પના રૂપમાં આમ આદમી પાર્ટી ઊભરીને આવી છે. લોકોએ વિશ્વાસ અપાવ્યો હતો કે આવનારી ચૂંટણીમાં જનતા આમ આદમી પાર્ટી સાથે રહેશે.
આ સભામાં લોકોને કોર્પોરેશનના સતાધીશો દ્વારા કરેલા ભ્રષ્ટાચાર અને TRP ગેમ ઝોન મુદ્દે અને તૂટેલા રોડ રસ્તા તથા વેરા મુદ્દે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીએ ઉમેદવારી ફોર્મ પણ જાહેર કર્યું છે અને જે પણ લોકો ચૂંટણી લડવા માંગતા હોય તે લોકો આ ઉમેદવારી ફોર્મ ભરીને આમ આદમી પાર્ટીના મથકે સોંપી શકે છે અને જનતામાંથી જ આવેલા શ્રેષ્ઠ લોકોને આવનારી ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રાખવામાં આવશે.








