GUJARATNANDODNARMADA

રાજપીપળામાં નશાનો કાળો કારોબાર ?? રૂપિયા ૭૦ હજારના એમડી ડ્રગ્સ સાથે બે આરોપી ઝડપાયા

રાજપીપળામાં નશાનો કાળો કારોબાર ?? રૂપિયા ૭૦ હજારના એમડી ડ્રગ્સ સાથે બે આરોપી ઝડપાયા

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લો અંતરિયાળ આદિવાસી વિસ્તાર છે બહુ ચર્ચિત એવા નશાના સાધન એમડી ડ્રગ્સ સાથે એસોજી નર્મદાએ બે આરોપીઓને ઝડપી લીધા છે ત્યારે કહી શકાય કે નશાનો કાળો કારોબાર અંતરિયાળ વિસ્તારમાં પણ ફેલાઈ રહ્યો છે

પોલીસ ઇન્સ્પેકટર વાય.એસ.શિરસાઠ એસ.ઓ.જી શાખા નર્મદા તથા પો.સ.ઈ. જે.એમ.લટા તથા એસ.ઓ.જી શાખાના માણસો દ્વારા મળેલ બાતમી આધારે આરોપી (૧) ફિરોજભાઈ લાલુભાઈ ઘોરી રહે- લાલ ટાવર, સિંધીવાડ, રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા તથા (૨) આફતાબહુસેન ફિરોઝખાન સોલંકી રહે-ખત્રીવાડ, રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા નાઓના કબજામાંની કાળા રંગની સુઝુકી એક્સેસ સ્કુટર નંબર-જીજે-૦૬-એમ.કે-૦૧૧૪ ની ગાડી સાથે રાજપીપલા જીન કંપાઉન્ડ સિકોતર માતાનાં મંદિર પાસેથી પકડી પાડી ઝડતી તપાસ દરમ્યાન તેઓની પાસેથી ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ (MD) ૭ ગ્રામ કિ.રૂ. ૭૦,૦૦૦/- નો મળી આવેલ હતો. જે ગેરકાયદેસરનો મેફેડ્રોન ડ્રગ્સ નો જથ્થો તથા સુઝુકી કંપનીની એક્સેસ સ્કુટર કિ.રૂ.૫૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા રોકડા રૂ.૨૧,૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૩૨,૧૦૦/-ના મુદ્દામાલ કબજે કરી રાજપીપલા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ.એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

 

સમગ્ર મામલે ડ્રગ્સનો સપ્લાય ક્યાંથી આવે છે ? કોણ ખરીદે છે? અને કેટલા સમયથી આ વેપલો રાજપીપળામાં ચાલી રહ્યો છે? જેની ઝીણવટ ભરી તપાસ પોલીસ કરે તો નર્મદા જિલ્લાની યુવા પેઢીને નશાના કાળા વેપલાથી બચાવી શકાય

Back to top button
error: Content is protected !!