ANANDANAND CITY / TALUKOANKLAVGUJARAT

રેશનકાર્ડ ઈ-કેવાયસીમાં આણંદ જિલ્લા રજામાં ૬૪ હજાર ઉપરાંતના લોકાના e-KYC કરાયા.

રેશનકાર્ડ ઈ-કેવાયસીમાં આણંદ જિલ્લા રજામાં ૬૪ હજાર ઉપરાંતના લોકાના e-KYC કરાયા.

તાહિર મેમણ – આણંદ, 25/11/2024 – સમગ્ર રાજ્યમાં રેશનકાર્ડની e-KYC કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, આ કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.

આણંદ જિલ્લા કલેકટરશ્રીના દિશાનિર્દેશ અન્વયે જિલ્લાના નાગરિકોને રેશનકાર્ડ e-KYC કરવામાં હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે જિલ્લાના કર્મયોગીઓએ તેમની ફરજથી પર ઉઠીને તેમના સરકારી ફરજના નિયત સમય ઉપરાંતન રાત્રી કેમ્પ યોજીને રેશનકાર્ડની e-KYC કરવાનું કાર્ય હાથ ધરી તે મુજબની કામગીરી કરી રહ્યા છે. જે અન્વયે તાજેતરમાં તા. ૨૩ અને ૨૪ નવેમ્બરની જાહેર રજાના દિવસે પણ જિલ્લાની સબંધિત કચેરીઓ કાર્યરત રાખીને e-KYC ની કામગીરી કરવામાં આવી હતી. જેના કારણે સમગ્ર રાજ્યમાં જાહેર રજામાં રેશનકાર્ડ e-KYC કરવા માટેની કામગીરીમાં આણંદ જિલ્લાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં રેશનકાર્ડ e-KYC અંતર્ગત અંત્યોદય કાર્ડ ધારકોના રેશનકાર્ડ e-KYC ની ૮૦ ટકા જેટલી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જે અનુસાર જિલ્લામાં કુલ ૨,૭૮,૭૧૬ જેટલા નોંધાયેલ અંત્યોદય કાર્ડ ધારકો પૈકી ૨,૧૭,૧૯૨ જેટલા પરિવારોના કુલ ૮,૧૧,૬૩૦ જેટલા સભ્યોનું e-KYC નું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. જ્યારે બાકી રહેલા ૨૦ ટકા અંત્યોદય કાર્ડનું e-KYC નું કામ પણ સત્વરે પૂર્ણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત ૫૦ હજાર જેટલા નોન એનએફએસએ કાર્ડ ધારકોના રેશનકાર્ડના e-KYC ની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે.

આમ, સમગ્ર આણંદ જિલ્લામાં અંત્યોદય કાર્ડ ધારકોના ૮,૧૧,૬૩૦ જેટલા સભ્યોના તથા નોન એનએફએસએ કાર્ડ ધારકોનાં ૧,૪૧,૮૭૮ જેટલા સભ્યો મળી કુલ ૯,૫૩,૫૦૮ જેટલા નાગરિકોના e-KYCનું કાર્ય સંપન્ન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લામાં તા.૨૩ અને તા. ૨૪ જાહેર રજાના દિવસોમાં રેશનકાર્ડ ધારકો માટે e-KYC કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. આ માટે ગ્રામ પંચાયત કચેરી ખાતે e-KYC અંગેના ખાસ કેમ્પનું આયોજન કરીને જાહેર રજાના આ બે દિવસો દરમિયાન કુલ ૬૪ હજાર જેટલા નાગરિકોનું e-KYC નું કાર્ય કરવામાં આવ્યું હતું.

નોંધનિય છે કે, રેશનકાર્ડ ધારકો સરળતાથી e-KYC કરાવી શકે તે માટે વાજબી ભાવની દુકાનના સંચાલકોને તેમજ શહેરી વિસ્તારમાં નગરપાલિકાઓને પણ e-KYC ની કામગીરી માટે અધિકૃત કરવામાં આવેલ છે. આ ઉપરાંત e-KYC ની કામગીરી સ્માર્ટ મોબાઈલમાં ‘‘માય રેશન એપ’’ થકી પણ ઘેર બેઠા કરી શકાય છે. જેને ધ્યાને લઈ આણંદ જિલ્લાના જે નાગરિકોના e-KYC ની કામગીરી બાકી છે તેવા તમામ નાગરિકોને આ સુવિધાઓનો મહત્તમ લાભ લઈ તેમના રેશનકાર્ડ e-KYC કરવા જિલ્લા પુરવઠા અધિકારીએ જિલ્લાના નાગરિકોને અપીલ કરી હતી.

Back to top button
error: Content is protected !!