GUJARATIDARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક તંત્રની લાપરવાહીને કારણે બાળકો જીવના જોખમે કરી રહ્યા છે મુસાફરી…

સાબલવાળ ભવાનગઢ વરચે અંધજન મંડળની ઈકો કાર પલ્ટી મારતાં સાત બાળકોને નાની-મોટી ઇર્જાઓ પહોચી....

સાબરકાંઠા…

સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક તંત્રની લાપરવાહીને કારણે બાળકો જીવના જોખમે કરી રહ્યા છે મુસાફરી…

સાબલવાળ ભવાનગઢ વરચે અંધજન મંડળની ઈકો કાર પલ્ટી મારતાં સાત બાળકોને નાની-મોટી ઇર્જાઓ પહોચી….

તસ્વીર:-

સાબરકાંઠા જિલ્લામાં દીવા તળે અંધારા જેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે. મળતી માહિતી મુજબ ઈડર ખાતેના અંધજન મંડળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કરી પોતાનાં ધરે જતાં બાળકોને અકસ્માત નડ્યો હતો. ઈડરના સાબલવાડ ભવાનગઢ વરચેના ગરનાળામાં ઈકો કાર પલ્ટી જતાં બાળકોને નાની-મોટી ઇર્જાઓ પહોચી હતી. ઈડરના અંધજન મંડળના બાળકોને લઇ જતી ઈકો ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અક્સ્માત સર્જાયો હતો. એક તરફ તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીની વાતો કરવામાં આવી રહી છે ત્યારે શાળા કોલેજમાં અભ્યાસ કરતા બાળકો ખાનગી વાહનોમાં મોતની સવારી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં જીવના જોખમે શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બકરા ઘેટાની જેમ સ્કૂલવાનો માં ભરવામાં આવે છે. ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા ખાનગી સ્કૂલવાનો સામે કાયૅવાહી કરવાને બદલે તેઓને છાવરી રહ્યા હોવાની રાવ ઉઠવા પામી છે. જોકે ઈડરના અંધજન મંડળના વિદ્યાર્થીઓ સાથેની અકસ્માતને પગલે સ્થાનિક તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. એક તરફ સ્થાનિક પોલીસ તેમજ જિલ્લા આરટીઓ વિભાગ દ્વારા સુરક્ષા અને સલામતીની વાતો કરવામાં આવતી હોય છે ત્યારે બીજી તરફ શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોતની સવારી કરાવનાર ખાનગી સ્કૂલવાન નાં સંચાલકો તંત્રને ખુલ્લો પડકાર આપતા નજરે પડી રહ્યા છે. જોકે અંધજન મંડળના બાળકો સાથે અકસ્માતની ઘટનાને પગલે ઈડર પોલીસ તંત્ર દોડતું થયું છે. ત્યારે આગામી સમયમાં તંત્ર દ્વારા આવા કેટલાક બેફામ બનેલા સ્કૂલવાન સંચાલકોને કાયદાનો પાઠ ભણાવવામાં આવે તે ખૂબ મહત્વપૂર્ણ બની રહે છે. ત્યારે જોવાનું રહેશે કે તંત્ર દ્વારા આગામી સમયમાં કેવા અને ક્યાં પ્રકારના પગલાં ભરવામાં આવે છે….

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!