
ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાધલી ગામ ખાતે સાધલી થી ઉતરાજ જવાના મુખ્ય માર્ગ પર આવેલ મનન વિદ્યાલય માં તસ્કરોનો તરખાટ અંદાજિત 4,37,000 ઉપરાંતની ચોરીનો બનાવ બનતા હકચાર જવા પામી છે.
મનન વિદ્યાલય માં લગાવેલ સીસીટીવી માં તસ્કરો ચોરી કરતા કેમેરામાં કેદ થયેલ છે. શિનોર પોલીસ ને જાણ કરાતા મનન વિદ્યાલય પર આવી ગુનો નોધી સીસીટીવી કુટેજ ના આધારે આગળની તજવીજ હાથ ધરી છે.
મનન વિદ્યાલય ના મેનેજિંગ ડિરેક્ટર યશ પંડ્યા ના જણાવ્યા મુજબ અંદાજિત 4,37,000 ઉપરાંતની ચોરી થયેલ છે.તસ્કરો જલ્દી થી પકડાઈ જાય એવી માંગ કરવામાં આવી રહી છે.



