GUJARATPANCHMAHALSHEHERA
શહેરા વન વિભાગના પેટ્રોલિંગ દરમિયાન લાકડા ભરેલ ટ્રક સાથે 4.5 લાખનો મુદ્દામાલ જપ્ત
શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા વન વિભાગ રેન્જના મેં.પરીક્ષેત્ર વન અધિકારી શહેરા આર.વી.પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ શરૂ હતું. ત્યારે તેઓના સ્ટાફ એસ બી માલીવાડ, કે આર બારીયા, એ બી બારીઆ,ડી એસ પટેલીયા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હોસેલાવ થી કોઠંબા રોડ તરફ પર જલમ બારીઆના મુવાડા ગામેં લાકડા ભરેલ ટ્રક પસાર થતી હતી તે ટ્રકની તપાસ કરતા તપાસમાં વગર પાસ પરમીટ લીધા વગર તેમાં લીલા તાજા લાકડા વાહતુક કરતા હોવાથી તેઓની ટ્રક નંબર GJ 06/y 4303 અટક કરી લાકડા સહિત અંદાજે રૂપિયા 4.5 લાખ નો મુદ્દામાલ સરકાર કબજે લઈ શહેરા રેન્જ કમ્પાઉન્ડ ખાતે રાખવામાં આવેલ છે.