સંતરામપુર તાલુકામાં ગ્રામ્યવિસ્તારોમાં તસ્કરો નો ઉપદૂવ શરુ થતાં ગ્રામજનો માં ભયનો માહોલ છવાયો
સંતરામપુર તાલુકામાં ગ્રામ્યવિસ્તારોમાં તસ્કરો નો ઉપદૂવ શરુ થતાં ગ્રામજનો માં ભયનો માહોલ છવાયો.
રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર
સંતરામપુર તાલુકાના સરસણ આઉટ પોલીસવિસતાર નાં વાંકડી ગામે તથા ગુવાલીયા ગામે તસ્કરો એ તસ્કરી કરીને ફરાર થઈ ગયા ની ઘટના ધટેલ છે.
વાંકડી ગામે રહેતા રમણભાઈ સોમાભાઈ બારીયા રાત્રીના જમીપરવારીને ધરના સભ્યો સુઈ ગયેલ ત્યારે રાતના આશરે બારેક વાગ્યા નાં સુમારે દસ થી બાર ઈસમો હાથમાં લાકડી ને તલવાર અને બંદુક લઈને રમણભાઈ સોમાભાઈ નાં ધરમા ધુસી ગયેલ ને સુઈ રહેલ કોઈ ને પણ ઊભા થવા દીધેલ નહીં ને ધરમાની ઘરવખરી ફેદીનાખેલ ને ધરમાં પતરાં ની પેટી નું તાળૂ તોડી નાખી ને પેટીમાં મુકેલ રોકડ રકમ રુપિયા પચ્ચાસ હજાર તસ્કરો ચોરી કરી ને નાસી ગયેલ.
બીજો બનાવ ગુવાલીયા ગામે તલાવની પાળ પર આવેલ બળીયાદેવ મંદિર નો મુખ્ય ગેટ નું તાળું તોડી તસ્કરો મંદિર માં પ્રવેશી ને મંદિરમાં મુકેલ દાન પેટી નું તાળૂ તોડી નાખી ને દાનપેટી માની રોકડ રકમ ની તસ્કરી કરીને ફરાર થઈ ગયેલ છે.
આ બંને બનાવમાં કાળીબેલ ગુવાલીયા બેહડીયા ગ્રામજનો એ મંદિરમાં થયેલ ચોરી સંદર્ભે માં આજરોજ લેખિત માં સંતરામપુર પોલીસ મથકે અરજી આપતાં તપાસ હાથ ધરી છે.
જ્યારે વાંકડી ગામે થયેલ ચોરી નાં બનાવમાં રમણ સોમા બારીયા એ તેને ધરે થયેલ ચોરી સંદર્ભે સંતરામપુર પોલીસ મથકે લેખિત ફરીયાદ આપતા પોલીસે આ બનાવો સંબંધી હાલ તપાસ હાથ ધરી છે.