
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસાના સર્વોદય નગર વિસ્તારમાં દેશી દારૂ બનાવવાનો 60 લિટર વોશ જપ્ત કર્યો, પાંચ બુટલેગરોને દબોચ્યા
*મોડાસા ટાઉન પોલીસની ત્રણ ટીમોએ ૩૧ લીટર દેશી દારૂ ૬૦ લીટર વોશ અને બિયારના ટીન ઝડપ્યા*
મોડાસા શહેર ટાઉન પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારના સર્વોદય ડુંગરી વિસ્તારમાં પોલીસે ઓચિંતી તપાસ ધરી આ વિસ્તારમાં પ્રોહિબિશન સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ ૧૪ જેટલા આરોપીઓ સામે ગુના નોંધાયા હતા અને પાંચ આરોપીઓની અટકાયત કરાઈ હતી. ટાઉન પોલીસ દ્વારા બિયરના ટીન અને દેશી દારૂ બનાવવાનો વોશ સહિતનો મુદ્દામાલ કર્યો હતો.
મોડાસા શહેરી વિસ્તારમાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર શખ્સો વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા અને મોડાસા વિભાગના ડીવાયએસપી આરડી ડાભીએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.બી.વાળાની આગેવાની હેઠળ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી અને પોલીસ સ્ટાફની અલગ—અલગ ત્રણ ટીમ બનાવી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સર્વોદયનગર ડુંગરી ખાતે સરપ્રાઈઝ કોમ્બિંગની અચાનક કામગીરી હાથ ધરાતાં પોલીસનો કાલો જોઈ દેશી અને વિદેશી દારૂનું ગેરકાયદે ધંધો કરતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ટાઉન પોલીસે શહેરના સર્વોદય નગર ડુંગરી વિસ્તારમાં પ્રોહિબિશનની કરેલી રેડ દરમિયાન પાંચ આરોપીઓને ઝડપી પાડયા હતા અને ૧૪ આરોપીઓ વિરુદ્ધ જુદા જુદા ૧૪ કેસ દાખલ કર્યા હતા. પોલીસને રેડ દરમિયાન સર્વોદય નગર ડુંગરી વિસ્તારમાંથી બિયરના ટીન નંગ ત્રણ અને દેશી દારૂ બનાવવાનો વોશ ૬૦ લિટર મળ્યો હતો.







