શક્તિપીઠ અંબાજીમાં માનસરોવરનો માર્ગ ચંદ્ર પર પડેલા ખાડા જેવો બન્યો
28 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા
શક્તિપીઠ અંબાજીમાં થોડા દિવસો બાદ ભાદરવી પૂનમનો મહામેળો આવી રહ્યો છે આ અંગે મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે આ મેળા માં લાખો ની સંખ્યા માં પદયાત્રીઓ ઉમટી પડતા હોય છે ને અંબાજી મંદિર ને સાંકળતા તમામ માર્ગો ઉપર યાત્રિકો માપ ભારે ઘસારો જોવા મળતો હોય છે ત્યારે અંબાજી ના પવિત્ર માનસરોવર કુંડ પાસે થી પસાર ઠારો માર્ગ જે મંદિર ના પાછળ થી નીકળતો રસ્તો કૈલાશ ટેકરી પાસે હાઇવે માર્ગ ને મળે છે હાઇવે માર્ગ થી બાયપાસ સીધા મંદિરે જવા માટે નું આ મહત્વ નો માર્ગ મનાય છે ત્યારે આ માર્ગ ઉપર ચંદ્ર ઉપર ખાડા પડેલાની તસ્વીરો જોવા મળતી હોય છે તેવા ખાસ આ માર્ગ ઉપર પડી ગયેલા જોવા મળી રહ્યા છે ને આ માર્ગ પર થી પસાર થતા રાહદારીઓ ને વાહનચાલકો મોટી મુશ્કેલી નો સામનો કરવો પડે છે ને જો કોઈ કમર ના બેક પૈન વાળો વ્યક્તિ હોય તો તેના મણકા પણ ખસી શકે તેવો આ માર્ગ બની ગયો છે જોકે થોડા સમય અગાઉ મુખ્યમંત્રી પોતાના પૌત્રી ની બાબરી માટે માનસરોવર આવ્યા હતા તે પૂર્વે આ માર્ગ ડામર નો બનાવનો હતો પણ તંત્ર દ્વારા આ માર્ગ ઉપર કપચી નો ભુક્કો ને કપચી નાખી ઢાકપિછોડુ કરી દેવાયું હતું ને સીએમ અંબાજી થી પરત ગયા બાદ પડેલા વરસાદે આ પોલ ને ખુલ્લી પડી હતી ને ઠેકઠેકાણે નાના મોટા ત્રીસ થી ચાલીસ જેટલા ખાડા પડી જતા વાહન ચાલકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે એટલુંજ નહિ જો રસ્તા ઉપર પાણી ભરેલું હોય તો પાણી માંથી ચાલતા વાહનો ના કારણે રાહદારીઓ ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે ને ખાડા માં ભરાયેલા ગંદા પાણી નો શિકાર થવું પડે છે અહીંયા આ માર્ગ ની નજીક માનસરોવર કુંડ ત્યારે બીજી તરફ માં અંબે ના મોટા બહેન અજય માં નું મંદિર આવેલું છે ને ભાદરવી પૂનમે મોટી સંખ્યા માં શ્રદ્ધાળુઓ અહીંયા દર્શને આવતા હોય છે ત્યારે તાકીદે આ માર્ગ ની મરામત કરાવી વ્યવસ્થિત કરાવવા માંગ ઉઠી છે જેથી ભાદરવી પૂનમ ના મેળા દરમિયાન આવતા પદ યાત્રીઓ ને કોઈ મુશકેલી ના ભોગવવી પડે આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.





