ARAVALLIGUJARATMODASA

શામળાજી – સુર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ ખેરંચા માં ગૃહપતિએ ખાવાની બાબતે વિધાર્થીને માર માર્યો  ગૃહપતિએ કહ્યું – તુ ક્યુ મસલ કે ખા રહા હૈ..? રોટી તોડ કે ખા .!

હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાનો અને જાતિ વિષયક અપશબ્દો બોલવાનો આરોપ, પિતાની પોલીસમાં ફરિયાદ

અરવલ્લી 

અહેવાલ – હિતેન્દ્ર પટેલ 

શામળાજી – સુર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ ખેરંચા માં ગૃહપતિએ ખાવાની બાબતે વિધાર્થીને માર માર્યો  ગૃહપતિએ કહ્યું – તુ ક્યુ મસલ કે ખા રહા હૈ..? રોટી તોડ કે ખા .!

હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાનો અને જાતિ વિષયક અપશબ્દો બોલવાનો આરોપ, પિતાની પોલીસમાં ફરિયાદ

અરવલ્લી જિલ્લામાં એકલવ્ય સૈનિક સ્કૂલના હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે મારપીટ અને જાતિ આધારિત અપમાનજનક શબ્દો બોલવાના આરોપે ફરિયાદ નોંધાતા મામલો ચર્ચામાં આવ્યો છે. આ અંગે વિદ્યાર્થીના પિતાએ ટીંટોઇ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મળતી માહિતી મુજબ અને ફરિયાદમાં જણાવ્યા મુજબ, “તુ ક્યુ મસલ કે ખા રહા હૈ? રોટી તોડ કે ખા.” તેમ કહી, તે જમવા બેઠેલો હતો ત્યારે જમતા જમતા ઉભો કરાવી બહાર લઇ ગયા અને “તુ વહા સે ખડા હો, ડીજીન સર ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર સે મિલ.” તેમ કહ્યું. ત્યારબાદ ફરીયાદીના દિકરાની ફેટ તથા માથાના વાળ પકડી ગરદનના ભાગે ઢીક-મુક્કીનો માર માર્યો અને “તુમ આદિવાસી સાલે કભી સુધરેગે નહીં, અપની ઔકાત મેં આકે હી રહોગે.” જેવા જાતિ વિષયક અપશબ્દો બોલી શારીરિક તેમજ માનસિક હેરાનગતિ કરતા ફરિયાદ નોંધાઈ છે 

વિજયનગર તાલુકાના લીમડા ગામના પિન્કેશભાઈ હરજીભાઈ પાંડોરે આપેલી ફરિયાદ મુજબ તેમનો દિકરો દિવાંકર સુર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ, ખેરંચા ખાતે ધોરણ-૧૨માં અભ્યાસ કરે છે અને શાળાના ભગત હોસ્ટેલમાં રહે છે. ગત તા. ૧૨ ફેબ્રુઆરીના રોજ સાંજના ભોજન દરમિયાન હોસ્ટેલના ગૃહપતિ ગુણેશારામ શર્માએ વિદ્યાર્થીને જમવાની રીત બાબતે ટકોર કરી બાદમાં તેને બહાર લઈ જઈ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદ અનુસાર, આરોપીએ વિદ્યાર્થીના કપડા તથા માથાના વાળ પકડી ગરદનના ભાગે ઢીક-મુક્કીનો માર માર્યો અને જાતિ વિષયક અપશબ્દો બોલી અપમાનિત કર્યો હતો. વિદ્યાર્થીએ બુમાબુમ કરતાં અન્ય વિદ્યાર્થીઓ દોડી આવી વધુ મારથી બચાવ્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. ઘટના બાદ વિદ્યાર્થીને ગળાના ભાગે દુખાવો થતાં ભિલોડા સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.પિતાએ આરોપી વિરુદ્ધ કાયદેસર તપાસ અને કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Back to top button
error: Content is protected !!