GUJARATPANCHMAHALSHEHERA

શહેરા નગરમાં વિઘ્ન હરતા દેવ ડીજે ના તાલે વિદાય અપાઇ

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં વિઘ્નહર્તા દેવને ભવ્ય નગરમાં ડીજેના તાલે યાત્રા નીકળી હતી પાંચ દિવસના બિરાજમાન કરી અને પૂજા આરતી કરી હતી અને આજે વિઘ્નહર્તા દેવની વિદાય આપવામાં આવી હતી શહેરા નગરમાં શહેરા પોલીસ સ્ટેશનથી ગણપતિ વિસર્જન યાત્રાની શરૂઆત થઈ હતી અને હોળી ચકલા વિસ્તાર મેઈન બજાર વ્યાસ વાળા માં થઈ અને સિંધી ચોકડી પર વિસર્જન યાત્રા પહોંચી હતી અને ત્યાંથી પોલીસ ચોકી બસ સ્ટેશન વિસ્તાર થઈ અને પરત મેન બજારમાં થઈ અને મોટા તળાવ એ વિસર્જન યાત્રા પહોંચી હતી સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ગણપતિ બાપાના મોરિયા સાથે ગુંજી ઉઠ્યો હતો અને આ ભવ્ય વિસર્જન યાત્રા પોલીસ સ્ટેશનના ગણપતિ સ્વામિનારાયણ મંદિરના ગણપતિ મેન બજાર અંબાજી મંદિર ગણપતિ જાગેશ્વર મંદિર ના ગણપતિ પંચવટી સોસાયટીના ગણપતિ સાન્તાકુંજ ના ગણપતિ ના  આમ શહેરા નગરના નાના મોટા ગણપતિ 177 જેટલા ગણપતિનું શહેરા ના મોટા તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ વિસર્જન યાત્રામાં સ્થાનિક વહીવટી તંત્ર શહેરા પ્રાંત શહેરા મામલતદાર શહેરા પોલીસ સ્ટેશનના પી આઇ આર કે રાજપુત તે માટે નગરપાલિકાના ચીફ ઓફિસર તમામ વહીવટી તંત્ર દેવની વિસર્જન યાત્રામાં હાજર રહ્યા હતા અને શહેરા પોલીસ સ્ટેશનના આર.કે રાજપુત દ્વારા ગણપતિની વિસર્જન યાત્રામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ હોમગાર્ડ જવાનો ટી આર બી જવાનો તમામ વિસર્જન યાત્રામાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શહેરા નગરમાં ગણપતિ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલ ની વચ્ચે પૂર્ણ થઈ હતી

Back to top button
error: Content is protected !!