
સમીર પટેલ, ભરૂચ
હાંસોટમાં કાર ધડાકાભેર વીજપોલ સાથે ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં કારચાલકને ઈજા પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
અંકલેશ્વર નજીક આવેલા હાંસોટમાં કારને અકસ્માત નડ્યો હતો. અંકલેશ્વર હાંસોટ રોડ પરથી પસાર થઈ રહેલી કાર અચાનક વીજપોલ સાથે ધડાકાભેર ભટકાઈ હતી, જેના પગલે અકસ્માત સર્જાયો હતો. વીજપોલ ધરાશાયી થઈ કાર પર જ પડતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ બનાવમાં કારચાલકને સામાન્ય ઇજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. કારચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે. બનાવની જાણ થતાની સાથે જ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. આ તરફ હાંસોટ પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.




