વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા૦૪ ઓક્ટોબર : કચ્છવાસીઓને રૂ.૧૨૩ કરોડથી વધુના વિવિધ ૧૬ વિકાસકાર્યોની ભેટ આપવા કચ્છ પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભુજ એરપોર્ટ ખાતે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઇ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા તથા ત્રિકમભાઇ છાંગા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઈ વરસાણી, ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.કે.પ્રજાપતિ સહિત આગેવાન શ્રી દેવજીભાઈ વરચંદ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, દિલીપભાઈ શાહ, બાલકૃષ્ણભાઈ મોતા, ભીમજીભાઇ જોધાણી સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું.