GUJARAT

શિનોર તાલુકાના કેટલાક ગામોમાં ગ્રામજનો તસ્કરોના ભયથી રાત્રીના ઉજાગરા કરવા મજબૂર બન્યાં

ફૈઝ ખત્રી...શિનોર છેલ્લા ચાર પાંચ દિવસથી વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના અવાખલ.માલસર.સાધલી.તેરસા.અચિસરા સહિતના ગામોના તસ્કરોના ભય ને લઈને લોકો રાત્રી ના ઉજાગરા કરવા મજબૂર બન્યાં છે.સાંજ પડે એટલે કેટલાક ગામોમાં લોકો વહેલા જમી અંધારું પડે તે પહેલાં હાથમાં લાકડીઓ લઇ ફરતાં થઈ જાય છે. ત્યારે શિનોર પોલીસ પણ આ બાબતે સતર્ક બની ગઈ છે અને શિનોર પોલીસ દ્વારા નાઈટ પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.જ્યારે બે દિવસ અગાઉ અવાખલ - અચિસરા માર્ગ ઉપર કેનાલ પાસે એક બાઈક ચાલક યુવાન ને રોકી માર મારી બે હજાર રૂપિયા પડાવી લીધા નો પણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યારે ગામેગામ તસ્કરોના ભય થી ગ્રામજનો રાત્રી ઉજાગરા કરવા મજબૂર બન્યાં છે.ત્યારે શિનોર તાલુકાના કેટલાક ગામોમાં છેલ્લા ઘણા દિવસોથી તસ્કરો આવતાં હોવાની વાતો લોકોમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.જો કે.પરંતુ હાલની તારીખ સુધી શિનોર પંથકમાં એકપણ ચોરીની મોટી ઘટના બની નથી.તે પણ એક હકીકત છે. અત્રે ઉલ્લેખનીય છેકે રાત્રીના સમયે તસ્કરો આવતાં હોવાની વાતો વચ્ચે લોકોમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે.શિનોર તાલુકા પોલીસ ઉપરોક્ત સમગ્ર મામલે તપાસ કરી સાચી હકીકત લોકો સામે લાવે તેમજ તસ્કરોના ભય હેઠળ રાત્રી ઉજાગરા કરવા મજબૂર બનેલાં લોકોને ભયમુક્ત કરવા માટે તાલુકા પોલીસ ગ્રામજનો સાથે ગામેગામ જાગૃતતા ને લઈને બેઠકોનું આયોજન કરવામાં આવે તે જરૂરી બનવા પામ્યું છે.

Back to top button
error: Content is protected !!