KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ અર્બન હેલ્થ સેન્ટરમાં અજાણ્યા ઈસમો દ્વારા તોડફોડ કરતા મેડિકલ ઓફિસરે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ.

 

તારીખ ૧૮/૦૩/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

લોકોના આરોગ્ય ની સારસંભાળ રાખતી સંસ્થા પણ અસામાજીક તત્વોના નિશાને

કાલોલમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર દવાખાનામાં અજાણ્યા ઈસમો દ્વારા દવાખાનામાં આવેલ ફાર્મસી રૂમ, ડ્રગ સ્ટોર રૂમ,કોમ્પ્યુટર રૂમ, લેબોરેટરી રૂમ,તેમજ વોર્ડ રૂમ,ખાતેના બારીના કાચ તેમજ,ફાર્મસી રૂમના દરવાજાનો કાચ તોડી નાંખવામાં આવેલ હતા ત્યારે મેડિકલ ઓફીસર ડો.ભાવિન કુમાર જ્યંતીલાલ ભોઈ એ નોંધાવેલ ફરિયાદ ના આધારે તારીખ ૧૭/૦૩/૨૦૨૫ ના રોજ સાડા આઠેક વાગ્યાની આસપાસ અર્બન હેલ્થ સેન્ટર કાલોલના કર્મચારી દિનેશભાઈ નો ફોન આવેલ અને જણાવેલ કે તેઓએ સવારે સાડા આઠેક વાગ્યાની આસપાસ અર્બન હેલ્થ સેન્ટર દવાખાનું ખોલતા અંદર દવાખાનામાં કોઈ ઈસમો તોડફોડ કરેલ હોય તેવી વાત કરતા પોતે અને મેડિકલ ઓફિસર અર્બન હેલ્થ સેન્ટર દવાખાનામાં જઈને જોતા દવાખાનામાં આવેલ ફાર્મસી રૂમ, ડ્રગ સ્ટોર રૂમ,કોમ્પ્યુટર રૂમ, લેબોરેટરી રૂમ,તેમજ વોર્ડ રૂમ,ખાતેના બારીના કાચ તેમજ,ફાર્મસી રૂમના દરવાજાનો કાચ તોડી નાંખવામાં આવેલ હતા અને રૂમની અંદર પથરો પડેલા હતા અને ફાર્મસી રૂમના બારીના કાચ પાછળ રાખેલ દવાના ઘોડામાં પડેલ ચામડી ઉપર લગાવાની દવાની બોટલો અર્બન હેલ્થ સેન્ટરના મુખ્ય દરવાજા તથા તેના ઉપર મારેલા તાળા ઉપર રેડેલી તથા તૂટેલ હાલતમાં જોવા મળેલ હતી તેમજ દરવાજાના આગળ ખાલી બાટલો ફેંકેલી હતી તેમજ કોમ્પ્યુટર રૂમમાં અંદર ટેલિફોન, ઈન્ટરનેટ કનેક્શનનું બ્રોડબેન્ડ ડિવાઇસ તેમજ બાયોમેટ્રિક ડિવાઇસ પણ તૂટેલી હાલતમાં જોવા મર્યું હતું અને વધુમાં કોમ્પ્યુટરના CPU,મોનિટર,સ્પીકર વાયર વડે ખેંચીને નુકસાન કરેલ છે અને અગાઉ પન અર્બન હેલ્થ સેન્ટરની આજુ બાજુ કચરો પણ ઠાલવવામાં આવેલ હતો અને અગાઉ પણ આવી નાની મોટી ઘટના બનેલ છે ત્યારે હાલમાં અર્બન હેલ્થ સેન્ટરમાં થયેલ તોડફોડ અંગે અજાણ્યા ઈસમો વિરુદ્ધ મેડિકલ ઓફીસર ડો.ભાવિન કુમાર જ્યંતીલાલ ભોઈ એ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હતી જે ફરિયાદના આધારે કાલોલ પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સરકારી પ્રોપટીને નુકસાન કરનાર આ અસામાજિક તત્વોને ડામવા ખબુજ જરૂરી છે ત્યારે હાલમાં 100 કલાકમાં માથા ભારે અને અસામાજિક તત્વોની યાદી બનાવી કડકમાં કડક પગલાં ભરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે ત્યારે કાલોલ પોલીસે પણ આવા અસામાજિક તત્વોને પકડીને કડકમાં કડક સજા થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ

Back to top button
error: Content is protected !!