BANASKANTHAGUJARAT

કાંકરેજ તાલુકાના નચિકેતા સંસ્કાર ધામ થરાનો સવાયો સેવક….. ડૉ. બાબુ પટેલની કલમે…

કાંકરેજ તાલુકાના નચિકેતા સંસ્કાર ધામ થરાનો સવાયો સેવક..... ડૉ. બાબુ પટેલની કલમે...

કાંકરેજ તાલુકાના નચિકેતા સંસ્કાર ધામ થરાનો સવાયો સેવક….. ડૉ. બાબુ પટેલની કલમે…

પ્રકાશ પ્રજાપતિ,.. વોચમેન
અમારી સંસ્થાનો સવાયો સેવક..
બાલવાટીકાના બાળકોથી માંડીને કૉલેજના યુવાનો સુઘી એનો સીધો સંપર્ક.સૌની પહેલા આવે અને સૌની છેલ્લે નીકળે.નિદોર્ષ પ્રેમ સિવાય કોઈ અપેક્ષા જ નહીં. લગભગ અમારા હજારેક બાળકોના વાલીઓ સાથે લાઈવ કનેક્શન.મોટા ભાગના પ્રશ્નો ત્યાં જ ઉકેલાઈ જાય.કોઈને નાના બાળક કે યુવાન દીકરી માટેવ્યક્તિગત ભલામણ કરવાની હોય તો પહેલું નામ પ્રકાશ પ્રજાપતિ નું યાદ આવે.સંસ્થા માટે અધધધ સમર્પિત…અને જો ક્યાંય સંસ્થાનું હિત જોખમાતું હોય તો ગમે તેવા ચરમબંધીને મોઢે મોઢ સંભળાવી દે,,,,એટલી નૈતિક હિંમત પણ ખરી..!!ચાહે એને હૃદય રેડીને ચાહે… આખો સ્ટાફ એનો ચાહક.સૌથી મોટી વાત તો એ છે કે એક વખત પણ જેના સંપર્કમાં આવે એ એને ભૂલી ના શકે.એટલો ભલો માણહ.પરીક્ષા કે બીજા મોટા આયોજનો પ્રકાશ પ્રજાપતિ વિના શક્ય જ નથી.રોજ સવાર સાંજ ની એની ટ્રાફીક કંટ્રોલ પણ એક અભ્યાસનો વિષય છે.પ્રકાશ પ્રજાપતિ હાજર હોય એટલે અમને કોઈ ચિંતા ના હોય.એ એકલા હાથે લગભગ મોટા ભાગનું સાચવી લે.અધિકારીઓ કે મોટા માણસો સાથે કંઈ રીતે વર્તવું એ એને શીખવવું નથી પડતું.જે દિવસે પ્રકાશ પ્રજાપતિ રજા ઉપર હોય એ દિવસે ખરેખર મજા નથી આવતી. એટલો અચ્છો દોસ્ત.હમણાં જ અમારા બદલી થયેલા આચાર્યની વિદાયમાં એણે કાંડા ઘડીયાળ ભેટ આપી.કોઈએ પૂછ્યુ તો નિખાલસતાથી કહી દીધું, “અહીં તો પ્રકાશ પ્રજાપતિ બધા ટાઈમ સાચવી લેતો.બધે બધાને પ્રકાશ નથી મળતા. એટલે ઘડીયાળ જોઈશે.”એવા અમારા આ નિર્દોષ યુવાનને ખોળતા-ખોળતા આજે એક પોલીસ બહેન (તેજલબા વાઘેલા) આવી ગયા. સૌ ગભરાઈ ગયા.કે પ્રકાશ વળી પોલીસના કયા ગુનામાં ભરાયો..!!!! આ તો બહેને સામેથી ખુલાસો કર્યો કે, “હું તો પ્રકાશને રાખડી બાંધવા આવી છું. નચિકેતા સંસ્કાર ધામ ખાતે ૨૦૨૫ ની પરીક્ષા વખતે બંદો બસ્તમા પ્રકાશ પ્રજાપતિએ મને સગી બેનની જેમ સાચવી હતી. એનું ઋણ ઉતારવા આવી છું.” ત્યારે સૌના જીવ હેઠા બેઠા.સાવ અજાણ્યા અને અજનબી નિર્મળ ભાઈ-બહેનના આ નિર્દોષ દ્રશ્યો જોઈ આખો સ્ટાફ ગદ ગદીત થઈ ગયો..વાહ,,, પ્રકાશ તે ખરેખર વાવી જાણ્યું છે. સંબંધો બાંધતા તો આખા જગને આવડે, પણ સંબંધો નિભાવતા તો તારી પાસેથી જ શીખવું પડશે..!!
ડૉ.બાબુ પટેલના ઝાઝેરા હેત..
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!