વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૦૪: આગામી તા.૦૯/૦૩/૨૦૨૫, ફાગણ સુદ દશમ, રવિવારના રોજ ગોરાગઢ બાપુનો મેળો ભરાનાર છે. આ મેળામાં ભાવિક-ભકતોને જવા-આવવા માટે મેળાના દિવસ દરમ્યાન નવસારી/બીલીમોરા ડેપો ખાતેથી એકસ્ટ્રા સંચાલન કરવામાં આવ્યું છે. જે અનુસાર નવસારી ડેપોથી વાંસકુઇ અને બીલીમોરા/ચીખલી થી વાંસકુઇ જવા આવવા માટે એકસ્ટ્રા બસો દોડાવાશે. જેનો તમામ ભાવિક-ભક્તોને લાભ લેવા વિભાગીય નિયામક એસ.ટી..વલસાડ દ્વારા જણાવાયું છે.