સુરેન્દ્રનગર જિલ્લામાં જળસંચય અભિયાન અંતર્ગત ગ્રાઉન્ડ લેવલની કામગીરી થાય અને લોકઉપયોગી કાયમી મિલકત ઊભી થાય તે દિશામાં કાર્ય કરવા ઉપર ભાર મૂકતા કલેકટર
તા.09/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
રાજ્ય સરકારના નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા પ્રતિવર્ષ જળ સંચય અને વરસાદી પાણીના સંગ્રહ માટેની પૂર્વ તૈયારી માટે સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધરવામાં આવે છે જે અંતર્ગત સુજલામ સુફલામ જળ અભિયાન વર્ષ ૨૦૨૫માં પણ સફળતાપૂર્વક વહન કરે તે સંદર્ભે મુખ્ય સચિવ પંકજ જોશીના અધ્યક્ષ સ્થાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુજલામ સુફલામ જળ અભિયાનની સર્વે જિલ્લા કલેકટરઓની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી આ અભિયાન હેઠળ તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધી કરવાની કામગીરીના આયોજન-અમલવારી સંદર્ભે જિલ્લા કલેકટર ડૉ. રાજેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી મુખ્ય સચિવ પંકજ જોશીએ પ્રેઝન્ટેશન મારફત સર્વે જિલ્લા કલેકટરઓને સંબોધતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૮થી શરૂ થયેલું “સુજલામ સુફલામ જળ અભિયાન” હેઠળ દર વર્ષે ખુબ સારી કામગીરી કરવામાં આવી રહી છે વર્ષ ૨૦૨૫માં આ અભિયાન તા. ૩૧ મે સુધી ચાલનાર છે આ વર્ષે પણ લોક ભાગીદારી, મનરેગા અને વિભાગીય કચેરીઓના સંકલન સાથે જળસંચયનું કામ સુપેરે થાય અને નાગરીકોને તેનો લાભ મળે તેવા માઈક્રો પ્લાનીંગ સાથે અધિકારીઓને કામ હાથ ધરવા સૂચિત કર્યું હતું સુજલામ સુફલામ જળ અભિયાન માત્ર જળ સંચયલક્ષી ન બનતાં જાહેરહિતના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પણ કારણભૂત બને તે રીતે કામગીરી કરવાનું સુચન કર્યું હતું આ બેઠકમાં કલેકટર ડો. રાજેન્દ્ર પટેલે જિલ્લામાં જળસંચયનો વ્યાપ વધારવા માટે તળાવ તથા ચેકડેમ ડીસીલ્ટીંગ, નવા તળાવ તથા ચેકડેમ બનવવા, જળાશય ડીસીલ્ટીંગ, ખેત તલાવડી વગેરે જેવા હાથ ધરવાના થતા કામો અંગેની વિસ્તૃતમાં ચર્ચા કરી હતી જેમાં જિલ્લાના મહાનગરપાલિકા, સિંચાઈ વિભાગ, મનરેગા, વન વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિત અન્ય વિભાગોએ હાથ ધરવાના કામો નિષ્ઠાપૂર્વક થાય, જેમાં લોક ભાગીદારીથી કરવાના થતા કામો, સ્વૈચ્છિક સંસ્થાઓ કે સામાજિક સંગઠનોને સાથે જોડીને જનભાગીદારી સાથે ગામ લોકોની પાણીની જરૂરિયાત મુજબના તળાવ ડિસિલ્ટીંગના કામો કરવા અંગે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું વધુમાં, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનો વરસાદી પાણીના વ્યવસ્થાપન માટે તેમજ કુદરતી જળ સંશાધનોને સુદ્રઢ કરવા માટેનો આ ખૂબજ મહત્વનો અભિગમ છે ત્યારે આગામી તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી ચાલનારા આ અભિયાનમાં જિલ્લાના તમામ વિભાગો પોતાના હસ્તકની કામગીરી આયોજનબધ્ધ રીતે કરે અને જળ સંચય, જળ સંગ્રહ માટે ગ્રાઉન્ડ લેવલ પર કાયમી મિલકતો ઊભી થાય તે દિશામાં કાર્ય કરવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો જિલ્લામાં આવેલા જળસ્ત્રોતોને વધુ સંગ્રહ ક્ષમતાવાળા બનાવવા સૌને અનુરોધ કર્યો હતો આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હણે, નિવાસી અધિક કલેકટર આર.કે. ઓઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર. એમ જાલંધરા, સર્વે નાયબ મ્યુનિસિપલ કમિશનર અર્જુન ચાવડા, એસ. કે. કટારા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી. જી. ગોહિલ, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ડી. આર. પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી સહીત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.