

સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા રોજ વિવિધ વિસ્તારોમાં પાણીની લાઈનો લીકેજ થવાના કારણે કેટલા લીટર પાણીનો વ્યય થાય છે તેનો જ હિસાબ નગરપાલિકા રાખી શકતી નથી અને આ પાણીના બગાડને રોકવામાં નગરપાલિકા સંપૂર્ણ નિષ્ફળ છે સુરેન્દ્રનગર નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ કોન્ટ્રાક્ટર ના ઈશારે સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારના રહેવાસીઓને પૂરતું ચોખ્ખું અને સમયસર પાણી પૂરું પાડવાના બદલે પાણીના મીટરો નાખી નવતર તરકટ કરી રહ્યા છે .
સુરેન્દ્રનગર નગરપાલિકાના દિશા વિહીન સત્તાધીશો અને અધિકારીઓને અમે સ્પષ્ટ જણાવીએ છીએ કે જે સેવા ગ્રાહકની ઈચ્છા મુજબ અને ગ્રાહક ઈચ્છે એટલી મળતી હોય તે સેવા પોતાના મીટર નાખવા હોય તો નાખવાનું વિચારી શકે.
સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા પાણીના વિતરણ ના કોઈપણ જાતના ઠેકાણા ન હોય આ પ્રકારનો મીટરનો પ્રોજેક્ટ કોઈપણ સંજોગોમાં સફળ થવાનો નથી. આ મીટર નો ખર્ચ એ માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટર અને લાગતા વળગતા અધિકારીઓ અને પદ અધિકારીઓને આર્થિક ફાયદો કરાવી દેવા માટેનું માત્ર એક તરકટ જ છે.
સુરેન્દ્રનગર નગરપાલિકાના સત્તાધિશોને અધિકારીઓ જે કોન્ટ્રાક્ટરોના ઇશારે નાચે છે તે કોન્ટ્રાક્ટરો ના માણસો અત્યારે રતનપર વૃંદાવન સોસાયટી અને તેની બાજુ બાજુના વિસ્તારમાં આ મુજબના પાણીના મીટર લગાડી રહ્યા છે તેથી અમે સત્તાધીશો પાસે આ પાણીના મીટરો લગાડવાનું તર્કટ તાત્કાલિક ધોરણે બંધ કરાવવા રજૂઆત કરીએ છીએ
સુરેન્દ્રનગર ના અધિકારી અને પદ અધિકારીઓને અમે જણાવીએ છીએ કે તમે જે પણ જૂના મિત્રો નાખ્યા છે તેની હાલની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું અતિ આવશ્યક બની ગયું છે કારણ કે આપે નાખેલા પહેલાના મીટરો પૈકીના મોટા ભાગના લોકોએ પાણીની લાઈન માંથી મીટરો કાઢી માળીયા માં નાખી દીધા છે.
માત્ર નગરપાલિકાના પૈસાનો વ્યય કરવા અને કોન્ટ્રાક્ટર અધિકારી અને પદાધિકારીઓને સામુહિક રીતે પૈસા કમાવા માટેનું કરેલું ષડયંત્ર છે
આપ શ્રી સુરેન્દ્રનગર નગરપાલિકાના મુખ્ય અધિકારી હોય આપ શ્રી ને ઉપરોક્ત બાબત તાત્કાલિક ધોરણે સોશિયલ મીડિયા મારફતે વિડીયો આધારિત તમામ સમસ્યા ધ્યાનમાં લે તેવું જણાવ્યું હતું.આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કમલેશભાઈ કોટેચા જણાવ્યું કે જો આગામી સમયમાં આ સમસ્યાને ધ્યાનમાં ન લેવામાં આવે તો અમે રૂબરૂ જઈ રજૂઆત કરશું.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા


