BANASKANTHAGUJARATKANKREJ

થરામાં શ્રી નવ પરગણા રાવળદેવ સમાજના દરેક ગોળનું નવીન બંધારણ માટે મહા સંમેલન યોજાયું..

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ શ્રી જલારામ મંદિર પરિસરમા શ્રી નવ પરગણા રાવળદેવ સમાજ બંધારણ

થરામાં શ્રી નવ પરગણા રાવળદેવ સમાજના દરેક ગોળનું નવીન બંધારણ માટે મહા સંમેલન યોજાયું..

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ શ્રી જલારામ મંદિર પરિસરમા શ્રી નવ પરગણા રાવળદેવ સમાજ બંધારણ માટે ૮ મી ફેબ્રુઆરી ૨૦૨૬ ને રવિવારના રોજ ગુજરાત ઉત્તેજક મંડળના પ્રમુખ એવમ ૨૮૨ આગેવાન દેવેન્દ્રભાઈ રાવળદેવ, સમગ્ર રાવળ યોગી સમાજ સેવા સંઘ ગુજરાતના પ્રમુખ ડૉ.દિનેશભાઈ બટુવા,શ્રી નવ પરગણા રાવળદેવ પ્રમુખ રમેશભાઈ નાભાણી,પૂર્વપ્રમુખ નાગજીભાઈ બબાસણીયા,પૂર્વ પ્રમુખ ગલબાભાઈ ભાડવા,પૂર્વ પ્રમુખ દાનાભાઈ અઠેચીયા,થરા નગર પાલિકા કોર્પોરેટર પરષોત્તમભાઈ કુણઘેરિયા,વીરચંદભાઈ વાવડીયા ડીસા, રેવાભાઈ વડનાથાણી,ધનાભાઈ ડભાળા,મંગાભાઈ અઠેચીયા, વિકાસ મંચ પાટણના પ્રમુખ ડી. કે.રાવળ,ચંદુભાઈ બબાસણીયા વડા,અશોકભાઈ પૂર્વસરપંચ, બલાભાઈ નિર્મલ પોરાણા, ચંદુભાઈ રાવળદેવ કલાકાર સહીત નવે પરાગણાના આગેવાનો,સમાજના સન્માનીય ભુવાજીઓ,કલાકારો,શિક્ષકો,સરકારી કર્મચારીઓ,દરેક ગોળ ના પ્રમુખ-મંત્રીઓ,બીકે યુવાટીમ ના પ્રમુખ-મંત્રી,સમાજની ગુરૂ ગાદીના મહંતોની ઉપસ્થિતિમાં દરેક ગોળનું નવીન બંધારણ માટેની ચર્ચા વિચારણા અને રૂપરેખા તૈયાર કરી કુરિવાજોને તિલાંજલી આપી સામાજિક બંધારણનો પ્રયાસ કરવા મહા સંમેલન યોજાયું હતું. વશરામભાઈ રાવળ દેવ નિવૃત શિક્ષક ઓગડ હાઈસ્કુલ અને ખાનપુરા વાસ વડા પ્રા.શાળાના આચાર્ય શૈલેષભાઈ રાવળદેવે શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.ત્યારે શૈલેષભાઈએ જણાવ્યું હતું કે અનેક ચર્ચાઓને અંતે નીચે મુજબનું સામાજિક સામાજિક બંધારણ ઘડવામા આવ્યું જેમાં (1) સમાજને નીચું જોવું પડે એવા દરેક સામાજિક કુરિવાજ આજથી સદંતર બંધ (કયા કુરીવાજ છે તે સમાજ ને ખબર છે.), (2) જન્મદિન નિમિત્તે કેક લાવવી નહીં કુળદેવીએ દીવો પ્રગટાવો અને રૂ. ૧,૧૦૦/- શિક્ષણ માટે લખાવવો જે તે ગોળ માં, (3) સગાઈ નિમિત્તે ૧૧ થી ૨૧ જણને જવું ઓઢમણા સદંતર બંધ, (4) લગ્ન લખવા મુહર્ત પ્રમાણે ૫ વ્યક્તિ જ લગ્ન લઈને જઈ શકશે,(5) હલ્દી રસમ,પ્રિવેડીંગ સદંતર બંધ,સાદી પીઠી ચોળવી, (6) પલ્લામાં ચાંદીનું મંગળસૂત્ર અને ઝાંઝરીને સાદી બંગડીઓ લઈ જવી,ચૂડો હાંસડી સદંતર આજ થી બંધ,ગવનની જગ્યાએ સાડી લઈ જવી.,(7) ડી.જે.સદંતર બંધ આજથી (પોતાના પરગણા ગોળ નક્કી કરે કયા પ્રસંગે જરૂરી લાગે) ફટાકડા ફોડવા નહીં વ્યસન કરવું નહીં,(8) ચોરીમાં સ્પ્રે,કે કાગળનો સ્પ્રે નાખવા નહીં ચોરી સાદી બનાવવી ફૂલો એકબીજા ઉપર નાખવા નહીં, (9) મામેરૂ પારખવાની પ્રથા આજથી બંધ, રોકડા ૫૧,૦૦૦/- થી ૧,૫૧,૦૦૦/- સુધી મામેરૂ ભરવું ફ્કત પીતળનું બેડું ઓઢમણાં ઢૂંઢ પ્રથા બંધ,(9) શુભ પ્રસંગે ભોજન પ્રસાદ એકદમ સાદું બનાવવું પાંચ આઈટમ મીઠાઈ એક જ બજારની તૈયાર વસ્તુ સદંતર બંધ, (10) દરેક પ્રસંગે ચા-કોફી માટે કાગળના ગ્લાસ સદંતર બંધ, (11)બીમારી પ્રસંગે જાહેર બોલામણું બંધ ફોનથી સમાચાર લઈ લેવા નજીક ના પાંચ સગા ને જ બોલાવાવા, (12) મરણ પ્રસંગે ખીચડી અને કઢી સગવડ હોય તો ઘી ની વ્યવસ્થા થાય તો જ કરવી ઘર ઘરના રોટલા આજથી બંધ,(13) તમામ સારા નરસા પ્રસંગોએ કોઈ પણ પ્રકારના વ્યસન સદંતર બંધ,હથિયાર બંધ,સાથે બીડી સિગારેટ કેફી દ્રવ્ય સદંતર બંધ, (14) દીકરીને કંકુ કન્યા તરીકે કન્યાદાન કરવું લેવડ દેવડ આજથી બંધ મૈત્રી કરાર બંધ,નહિતર સામાજિક બહિષ્કાર, (15) બીજા સમાજ માં મરણ પ્રસંગમાં જવાનું થાય તો પાણી ઢોળ કરી ને આવી જવું કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ કે સીધુ લાવવું નહી આ ઉલ્લંઘન કરશે તો સામાજિક બહિષ્કાર, (16) લગ્ન જીવનમાં કડવાસ ઉભી થાય તો તરત સમાધાન કરી લેવું કોર્ટનો આશરો લઈ શકાશે નહીં, (17) જાનમાં ૧૦૦ કરતાં વધુ માણસો લઈ જવા નહીં, (18) આમંત્રણ પત્રિકા સાદી બનાવવી મોબાઈલ ના માધ્યમ થી નિમંત્રણ યોગ્ય રહશે,(18) દિકરા-દિકરીઓને ધો.- ૧૨ સુધી ફરજિયાત અભ્યાસ કરાવવો, (19) વરરાજ દાઢી વધારીને પરણવા નહી જઈ શકે, (20) સામાજિક કારજ મંગળવાર સિવાય અનુકુળ વાર રાખી શકશો રૂમાલ પ્રથા ચાલુ.ગોળ નિર્ણય લઈ શકે, (21) મુત્યુ બાદ અગ્નિ સંસ્કાર કે સમાધિ જે અનુકૂળ હોય તે સ્વીકાર્ય ઉપર મુજબ સામાજિક બંધારણનો અમલ નહી કરે તો સમાજ યોગ્ય પગલા ભરશે..તથા સામાજિક બહિષ્કાર કરી શકે છે તેમ જણાવ્યું હતું.આ પ્રસંગે વિશાળ સંખ્યામાં સમાજ ના વડીલો, યુવાનો,માતા-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શૈલેષભાઈ દેવ (બબાસણીયા) વડા, વશરામભાઈ જસાલીયા રાણકપુરવાળાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર કાંકરેજ યુવા ટીમ છેલ્લા દસ દિવસથી તનતોડ મહેનત કરી રહી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!