થરામાં શ્રી બહુચર માતાજી મંદિરે પ્રાચીન પરંપરા મુજબ ભવાઈ વેશ ભજવાયો..
..."વીર અભિમન્યુ ચક્રાવો "આસો સુદ આઠમના દિવસની ભવાઈ આજે પણ લોકો દૂર દૂરથી જોવા આવે છે.

થરામાં શ્રી બહુચર માતાજી મંદિરે પ્રાચીન પરંપરા મુજબ ભવાઈ વેશ ભજવાયો..
…”વીર અભિમન્યુ ચક્રાવો “આસો સુદ આઠમના દિવસની ભવાઈ આજે પણ લોકો દૂર દૂરથી જોવા આવે છે.
ભારતીય સંસ્કૃતિમાં માનવમૂલ્યોને ઉજાગર કરતી પ્રણાલી જીવદયા “જીઓ અને જીવવા દો”ની ભાવના સાથે આરોગ્ય- મનોરંજન – કોમી- એકતાના ગુણો અને સંસ્કારોનો સંચાર કરે છે. મૃતાત્માને તર્પણ વિધિના શ્રાદ્ધ પર્વ પૂર્ણ થતાં જ માં શક્તિનું પર્વ નવલા નોરતાનો પ્રારંભ થાય છે.નવરાત્રિ એટલે શકિત-ભકિત- આરાધનાનુ પર્વ આજે કેટલાય ગામડાઓમાં પ્રાચીન પરંપરા મુજબ ગરબી ગરબાને ભવાઈ વેશ થકી મા શક્તિ ના ગુણ ગાન ગાય છે. ત્યારે કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા નગરમાં જુનાગામ તળમાં બિરાજમાન અતિ પ્રાચીન રાજ રાજેશ્વરી શ્રી બહુચર માતાજી મંદિરના ચાચર ચોકમાં આજરોજ સંવત ૨૦૮૦ ના આસોસુદ-૮ ને શુક્રવારની રાત્રે નર-નારી, યુવક-યુવતીઓ ચાચર ચોક ની મર્યાદામાં પહેરવેશ સાથે ગરબી- ગરબા રમે છે.શ્રી માઈ મંડળ ના ભાવિક ભક્તો વર્ષોથી પેઢી દર પેઢી નગર દેવી માઁ શ્રી બહુચર માતાજીના ચાચર ચોકમાં પરંપરાગત ભવાઈ રમે છે.જેમાં વેલ એજ્યુકેટેડ મોટાભાગે શિક્ષકો અને વહેપારીઓ દ્વારા આ ભવાઈમાં વંશ પરંપરાગત પાત્ર ભજવીને મનોરંજન સાથે લોકોને ધાર્મિક ઉપદેશ આપે છે.ચાચર ચોકના ભવાઈ વેશ કલાકારોની આસોસુદ-૮ ની ભવાઈ જોવા થરા નગરથી ધંધા-રોજગાર અર્થે બહારગામ ગયેલા લોકો પરિવાર સાથે માદરે વતન આવી કુળદેવી માની પલ્લી ભરી આઠમ ની “અભિમન્યુ ચક્રાવો” ભવાઈ વેશ જોવા અવશ્ય આવે છે. કલાકારોની કલાના કામણના વાહવાહ કરે છે.ભવાઈ વેશના કલાકારોમાં જયંતીભાઈ (ખજૂમલભાઈ) નાઈ, આશુતોષભાઈ જોષી, જોઈતાભાઈ એમ. પ્રજાપતિ, હરેશભાઈ પ્રજાપતિ (શિક્ષક), બચુભાઈ એમ.નાઈ, મુકેશભાઈ રાઠોડ,ભરતભાઈ એમ.જોષી, પીન્ટુભાઈ નાઈ (અભિમન્યુ), ભરતભાઈ બી. પ્રજાપતિ, લાલાભાઈ દરજી સહિત અનેક માઈ ભક્તો ભવાઈ વેશના અદભુત પાત્રો ભજવીને સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દે છે.લોક સાહિત્યકાર દિપક જોષીનો માત્ર ૮ વર્ષનો પુત્ર દત્ત દીપકભાઈ જોષીની તલવાર બાજી અને વીર રસના છપ્પાએ લોકોના દિલ જીતી લીધા હતા.થરા સ્ટેટમાજી રાજવી દરબારગઢ પરિવાર, પુજારી સોમભારથી ડી. ગૌસ્વામી,ચંદ્રેશ સોની, ભુપેન્દ્રભાઈ સોની,ગૌરાંગ સોની, હર્ષદ સોની,અલ્પેશભાઈ આર. પ્રજાપતિ,પ્રવીણભાઈ જોષી, હરીભાઈ સોની,દિપકભાઈ એન. જોષી (સાહિત્યકાર) સહિત માતાજીના અનેક ભક્તોનો અનોખો સહયોગ રહે છે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦





