થરામાં શ્રી રાધેશ્યામ મહિલા મંડળ દ્વારા પ્રાણીઓ માટે લાડુ બનાવ્યા…
ઉત્તરાયણ પૂર્વે ૧૬૦ કિલો લાડુ બનાવી સેવાનું ઉત્તમ કાર્ય કરતા પ્રમુખ ગોદાવરીબેન ત્રિવેદી..

થરામાં શ્રી રાધેશ્યામ મહિલા મંડળ દ્વારા પ્રાણીઓ માટે લાડુ બનાવ્યા…
—————————————-
ઉત્તરાયણ પૂર્વે ૧૬૦ કિલો લાડુ બનાવી સેવાનું ઉત્તમ કાર્ય કરતા પ્રમુખ ગોદાવરીબેન ત્રિવેદી..
—————————————-
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ ભક્તિ નગર સોસાયટીમા શ્રી રાધેશ્યામ મહિલા મંડળના પ્રમુખ ગોદાવરીબેન ત્રિવેદી સહીત બહેનો દ્વારા ઉત્તરાયણ પૂર્વે શેરીના પ્રાણીઓ અને શ્વાન માટે લાડુ બનાવ્યા છે.આ સેવાકાર્યના પ્રથમ તબક્કામાં આશરે ૧૬૦ કિલો લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા.શ્રી રાધેશ્યામ મહિલા મંડળ દ્વારા વારે તહેવારે અનેક સેવાકીય કાર્યો કરે છે. દર વર્ષે ધર્મકાર્યમાં અગ્રેસર રહે છે.વફાદાર પ્રાણીઓ માટે લાડુ બનાવીને તેમની સંભાળ રાખવાની પરંપરા જાળવી રાખે છે.આ પુણ્યના કાર્યમાં મંડળની તમામ બહેનોએ સક્રિય સહયોગ આપ્યો હતો.આ ધાર્મિક અને સેવાભાવી પ્રવૃત્તિને સ્થાનિક લોકો તરફથી પણ વ્યાપક સમર્થન મળી રહ્યું છે.
પ્રમુખ ગોદાવરીબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે અમારા મંડળની બહેનોના સાથ સહકારથી વૃદ્ધાશ્રમ તથા અનાથાશ્રમમા અનાથ બાળકોની મુલાકાત લઈ યથાશક્તિ દાન અર્પણ કરીએ છીએ તથા ભારતની સંસ્કૃતિ ધર્મ, સત્ય, નીતિ અને ધાર્મિક તહેવારોની ભજન કીર્તન સત્સંગ સાથે ભવ્ય ઉજવણી કરી ભગીરથ કાર્ય દ્વારા અમે ધન્યતા અનુભવીએ છીએ. ચાલુ સાલે ઉત્તરાયણ નિમિત્તે મંડળ દવા કુતરાઓ માટે આઠમણ લાડુ,ગૌ માતાજીને ટ્રેક્ટરનું એક ટોલુ ઘાસ તથા પારેવડાંઓને એક ગુણી દાણ દ્વારા સેવાકીય પુણ્ય નું કામ કરી લોકોને એક સંદેશો આપીએ છીએ કે જેટલું ધાર્મિક કાર્યમાં પુણ્યકામમા વાપરશો તેનાથી ભગવાન દસ ઘણું આપે છે તેવો મારો મત છે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530





