
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : જિલ્લામાં સાત બારના ઉતારા કાઢવા મામલે સર્વર બંધ રહેતા ખેડૂતોને સર્વે કામગીરી બાબતે હાલાકી ઊભી થઈ .!!
વીઓ- ૦૧ – અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મગફળી સોયાબીન કપાસ સહિતના પાકોમાં નુકસાન વેઠવાના વારો આવ્યો છે ત્યારે સરકાર દ્વારા સહાય માટે સર્વેની પણ જાહેરાત કરવામાં આવી છે પણ સર્વેમાં 7/12 ના ઉતારા ઓનલાઇન નહીં નીકળતા ખેડૂતો પરેશાન બન્યા છે અને તંત્ર દ્વારા માત્ર એક દિવસમાં ઉતારા જમા કરાવવા માટે તેઓને અપીલ કરવામાં આવી છે પણ ઉતારા ન નીકળતા ખેડૂતો પરેશાન બન્યા છે સર્વર ડાઉન હોવાના કારણે અરવલ્લી જિલ્લાના તમામ ખેડૂતો અલગ અલગ જગ્યાએ ભટક્યા પણ કોઈ જગ્યા એ ઉતારા નહીં મળતા ખેડૂતો પરેશાન થયા છે.મોડાસાના બોલુન્દ્રા તેમજ શામળાજીના વાંદિયોલ ગામ ખાતે ખેડૂતોએ પોતાની પરેશાની દર્શાવી હતી.ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર પર સર્વર ખોટકાઈ ગયા છે..છેલ્લા ૨૦ દિવસથી આ મુશ્કેલી આવી રહી હોવાનો દાવો પણ કરાયો છે.પાક નુકશાની બાદ ડોજ્યુમેન્ટનું લાંબુ લિસ્ટ ખેડૂતોને પરેશાન કરી રહ્યું છે ત્યારે હવે સર્વરમાં ખામી સર્જાતાં ઉતારા ન નીકળતા ખેડૂત મોટી મુશ્કેલીમાં મુકાયો છે





