અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: મોડાસા-મેઘરજ વિસ્તારમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા,અગ્રણીઓ, બિલ્ડરો, વેપારીઓ,અને નામચીન ડોકટરો ને ત્યાં દરોડા :- અંદાજે 45 થી વધુ જગ્યાએ IT નું સર્ચ ઓપરેશન
અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારે અચાનક ચકચાર મચી ગઈ હતી કારણ કે ઇન્કમટેક્સ વિભાગે મોડાસા અને મેઘરજ વિસ્તારમાં વ્યાપક દરોડા પાડ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. શહેરમાં જાણીતા બિલ્ડર્સ, ડૉક્ટરો તેમજ વેપારીઓના સ્થળોએ અંદાજે 45 થી વધુ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.બીજી તરફ વિભાગની ટીમો દ્વારા શરૂ કરાયેલા આ સર્ચ ઓપરેશન દરમિયાન અગ્રણીઓના ઓફિસ અને નિવાસ સ્થાનોમાંથી મહત્વના દસ્તાવેજો કબજે કરવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણા સ્થળોએ વિભાગની ટીમો હજુ પણ તપાસ કરી રહી છે અને મોટી સંખ્યામાં ફાઇલો તથા અન્ય પુરાવા એકત્રિત કર્યા હોવાની સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ છે
હાલમાં કોઈ અધિકૃત જાહેરાત બહાર પાડવામાં આવી નથી, પરંતુ આ કાર્યવાહીથી સ્થાનિક વેપારી વર્ગ અને બિલ્ડર, ડોકટરો માં ભારે હલચલ મચી છે. શહેરમાં આ સમાચાર ઝડપથી ફેલાતા ચર્ચાનો વિષય બન્યા છે.ઇન્કમટેક્સ વિભાગ તરફથી સત્તાવાર માહિતી મળ્યા બાદ વધુ સ્પષ્ટતા થવાની શક્યતા સેવાઈ રહી છે
મોડાસા શહેરમાં આજે સવારે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા અચાનક ભવ્ય દરોડાની કાર્યવાહી હાથ ધરાતા શહેરના વેપારી વર્તુળમાં ભારે હલચલ મચી ગઈ હતી.સૂત્રો અનુસાર, દરોડાની કાર્યવાહી દરમિયાન વિવિધ મહત્વપૂર્ણ દસ્તાવેજો અને રેકોર્ડ્સ તપાસ હેઠળ લેવામાં આવ્યા છે. જોકે, અધિકૃત રીતે વિભાગ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.મોડાસા જેવા મહત્વના શહેરમાં આટલી મોટા પાયે દરોડાની કામગીરીથી સ્પષ્ટ થાય છે કે ઇન્કમ ટેક્સ વિભાગે અગાઉથી સુચિત પ્લાનિંગ સાથે કાર્યવાહી હાથ ધરી હોઈ શકે હાલ આ માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ છે સમગ્ર માહિતી સત્તાવાર માહિતી મળ્યા પછી સ્પષ્ટ થઇ શકે છે