GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર આવક જાતિના દાખલાના ફોર્મમાં સ્પષ્ટ અક્ષરો ફોર્મ ભરેલું નહીં હોય તો અરજદારો ને ધક્કા ખાવા નો વારો આવશે

વિજાપુર આવક જાતિના દાખલાના ફોર્મમાં સ્પષ્ટ અક્ષરો ફોર્મ ભરેલું નહીં હોય તો અરજદારો ને ધક્કા ખાવા નો વારો આવશે
મામલતદારે તલાટી ને સૂચના ને કારણે આવા અરજદારોને ધક્કા ખાવાનો વારો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના મામલતદાર કચેરીએ થી તાલુકા પંચાયત ખાતે આવેલી કસ્બા તલાટી માં આવક ના તેમજ જાતિ દાખલા કઢાવવા માટે અરજદારો ને અવર જ્વર વધુ હોય છે. જેમાં આવકનો દાખલા ના ફોર્મ કેટલીક વખતે ભરેલ અરજીના ફોર્મ માં સ્પષ્ટ નહીં વંચાતું હોવાથી તલાટી ઓફિસ થી મામલતદાર કચેરીમાં ધક્કા ખાવો પડતો હોય છે અભણ અરજદારો કેટલીક વખતે અરજી ફોર્મ ભરાવવામાં ભૂલો અસ્પષ્ટ શબ્દો ના કારણે કસ્બા તલાટીને મામલતદાર ની સૂચના ના કારણે અરજદાર ને ધક્કો પડે છે જેને લઇને આ બાબતે મામલતદાર ને રજુઆત કરતા અરજદાર ને સ્પષ્ટ જણાવ્યું હતુંકે જો આવક કે જાતિ ના દાખલા ના ફોર્મમાં સ્પષ્ટ શબ્દો માં વંચાય તે રીતે અરજી કરવા માં નહીં આવી હોય તો તેને ફરી ફોર્મ ભરીને અરજી કરવી પડશે જેથી ધક્કો ના ખાવો હોય તો હવે દરેક અરજદારે પોતે ખ્યાલ રાખી સ્પષ્ટ વંચાય તે રીતે અરજી અને વિગતો ભરવી પડશે નહીં તો મામલતદાર અને કસ્બા તલાટી વચ્ચે ના અંતર માં અરજદાર ને પીસાવવું પડશે તેવી મામલતદાર ની સ્પષ્ટ સૂચના છે કે અરજદાર દ્વારા કરવામાં આવતી અરજી સ્પષ્ટ વિગતો વંચાય તેવી રીતે અરજી કરવા ની રહેશે નહીં તો ફરી ધરમ ના ધક્કા ખાવા પડશે તે નક્કી છે.

Back to top button
error: Content is protected !!