DAHODGUJARATJHALOD

ઝાલોદ શહેરના વ્યસ્ત ઠુંઠી કાંકસીયા ચોકડી વિસ્તારમાં નગરપાલિકાએ વર્ષોથી ચાલતા દબાણો હટાવવાની કાર્યવાહી શરૂ કરી

તા.૦૩.૦૨.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Zalod:ઝાલોદમાં આજે સવારથી જ તંત્ર સામે સવાલો ઊભા કરતો હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો. શહેરના વ્યસ્ત ઠુંઠી કાંકસીયા ચોકડી વિસ્તારમાં નગરપાલિકાએ વર્ષોથી ચાલતા દબાણો હટાવવાની કાર્યવાહી શરૂ કરી… બુલડોઝર ગર્જ્યું… દબાણો તૂટી પડ્યા… અને દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો.વહેલી સવારથી જ જેસીબી, ટ્રેક્ટરો અને ભારે પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની ટીમ મેદાનમાં ઉતરી ગઈ હતી. અડધાથી વધુ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા અને કાર્યવાહી અંતિમ તબક્કામાં હતી.પણ એ જ સમયે અચાનક દૃશ્ય બદલાઈ ગયું. ઝાલોદના પ્રાંત અધિકારીનો ‘સ્ટે’ આવી ગયો… અને બુલડોઝર પર બ્રેક લાગી ગઈ. ચાલુ કામગીરી રોકાઈ… અને પાલિકાની ટીમને અધૂરી કામગીરી સાથે પરત ફરવું પડ્યું.હવે સવાલ સીધો છે—જો બધું કાયદેસર હતું તો છેલ્લી ઘડીએ સ્ટે કેમ? કોના ઇશારે કાર્યવાહી અટકાવી? રાજકીય દબાણ કે તંત્રની મોટી ખામી?અર્ધ-તૂટેલા દબાણો અને અટવાયેલી કાર્યવાહી સાથે ઝાલોદમાં હાલ આ મુદ્દો સૌથી મોટો ટૉક ઓફ ધ ટાઉન બની ગયો છે

Back to top button
error: Content is protected !!