GUJARATPANCHMAHALSHEHERA
શહેરા પંથકમાં ધરતીપુત્રો ખેતી માટે ખાદ્ય અને બિયારણ ખરીદવા દુકાનોમાં ઉમટી પડ્યા

પંચમહાલ શહેરા:
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ચોમાસાની શરૂઆત થતાં જ ધરતીપુત્રોમાં નવી આશાઓ જન્મી છે. આ વર્ષે ચોમાસું સારું રહેવાની શક્યતાને પગલે ખેડૂતભાઈઓ ખેતીની તૈયારીઓમાં જુસ્સાપૂર્વક જોડાઈ ગયા છે. શહેરા પંથકમાં ખેતી સંબંધિત ચીજવસ્તુઓ જેવી કે ખાતર, બિયારણ અને અન્ય ખેતી માટેના સાધનોની ખરીદી માટે ગ્રામ્ય વિસ્તારમાં આવેલી કૃષિ દુકાનોમાં નોંધપાત્ર ધસારો જોવા મળી રહ્યો છે.
ખેડૂતોનું માનવું છે કે સમયસર થતી ખરીદી અને ખેતીની તૈયારી ચોમાસાના પ્રથમ વરસાદ સાથે જ વાવેતર શરૂ કરવા માટે જરૂરી છે. કૃષિ વિભાગ અને સ્થાનિક વેપારીઓ પણ ખેતીપાત્ર ચીજવસ્તુઓ પૂરતી માત્રામાં ઉપલબ્ધ રહે તેવી સુવિધા આપી રહ્યાં છે.






