GUJARATHALOLPANCHMAHAL

હાલોલ શહેરમાં ઈદ-એ-મિલાદ પર્વની ઉજવણીને લઈને ચાલતી તડામાર તૈયારીઓ,રોશનીનો ઝગમગાટ જોવા મળ્યો 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧.૯.૨૦૨૫

હાલોલ નગરમાં ઈદ-એ-મિલાદ પર્વની ઉજવણીને લઈ હાલોલના મુસ્લિમ સમાજ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ઇસ્લામ ધર્મના મહાન પેગંબર હજરત મોહમંદ (સ.અ.વ) સાહેબના યૌમે વિલાદત એટલે કે જન્મદિવસની ઉજવણી સમગ્ર વિશ્વના મુસ્લિમ બિરાદરો ઉત્સાહ અને શ્રદ્ધાભેર કરે છે જેને લઈને હાલોલમાં પણ આ ઉજવણી ના ભાગરૂપે આગામી 5 સપ્ટેમ્બર શુક્રવારના રોજ કરવામાં આવશે જેમાં હાલોલ નગરના પણ ઈદ-એ-મિલાદ પર્વની ઉજવણીને લઈને નગરના મુસ્લિમો તડામાર તૈયારીઓમાં જોતરાયા છે.છેલ્લા કેટલાક દિવસોથી આ તૈયારીઓ ચાલી રહી છે જેમાં નગરના વિવિધ વિસ્તારોમાં રોશની નો ઝગમગાટ જોવા મળી રહ્યો છે.જ્યારે આગામી 5 સપ્ટેમ્બર શુક્રવારના રોજ ઈદ-એ-મિલાદ પર્વની ઉજવણીને લઈ લીમડી ફળિયા અમીરે મિલ્લત ચોક ખાતેથી બપોરે 3 કલાકે શહેર માં ભવ્ય જુલુસ નીકળશે અને નગરના વિવિધ વિસ્તારોમાં ફરી પરત લીંમડી ફળિયા અમીરે મિલ્લત ચોક ખાતે આવી સમાપન થશે ત્યારબાદ રઝા યંગ સર્કલ દ્વારા નિયાઝ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટશે અને નીયાજ નો લાભ લેશે જ્યારે નગરમાં ઠેર ઠેર મસ્જિદોમાં જિક્ર શરીફ મિલાદ શરીફના કાર્યકમો પણ યોજાઇ રહ્યા છે જ્યારે આ ઉજવણીને લઇ નગરના મુસ્લિમોમાં ઈદ-એ-મિલાદ પર્વને લઈ એક અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!