MALIYA (Miyana):માળીયા (મી.)મામલતદાર કચેરી શહેરમાં જ બનાવવા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર

માળીયા (મી.)મામલતદાર કચેરી શહેરમાં જ બનાવવા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર
માળીયા મિયાણા શહેર આમ આદમી પાર્ટી ટીમ દ્વારા તથા જીલ્લા ટીમ સાથે મળીને મોરબી જિલ્લા કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવામા આવ્યું જેમાં ઘણા લાંબા સમયથી વિવાદ માં રહેલ મામલતદાર કચેરી ઓફીસ નું પુનઃનિર્માણ કરાવવા તથા મામલતદાર કચેરી માળીયા શહેરમાં જ બનાવવા રજુઆત કરવામાં આવી.
જેમાં અમુક સ્વાર્થી રાજકારણીઓ અને ભ્રષ્ટ આગેવાનોના અંગત સ્વાર્થ માટે મામલતદાર કચેરી શહેર થી દુર 15/20 કિલોમીટર નાં અંતરે ગ્રામ્ય વિસ્તારમાં બનાવવા સ્થાનિક તંત્ર માં તાલ મેલ થઈ રહ્યો હતો.જેનાથી માળિયા શહેર ની 30 હજાર વસ્તી તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર જેવાકે ખાખરેચી, ઘાંટીલા,ટીકર, મંદરકી, વેજલપર, માનાબા, સુલતાનપુર,ચીખલી, વાધરવા, વિદરકા, હરીપર, ખીરઇ,ફતેપર, રાસંગપર, નવાગામ ,કાજરડા, જેવા ગામડાના અસંખ્ય લોકોને રાજકારણીયો ની ફૂટ નીતિ અને અંગત સ્વાર્થ માટે હાલાકી ભોગવવી પડે અને દૂર દૂર સુધીના ધકા ખાવા પડે માટે સૌ લોકોએ મળીને સર્વેને હાલાકી નો સામનો ન કરવો પડે તે હેતુથી આજરોજ આવેદનપત્ર આપવામાં આવેલ અને સાથે સાથે એ પણ અલટીમેટમ આપવામાં આવેલ કે અગાઉ જે કંઈ સ્કુલ, આઇ, ટી,આઇ કેન્દ્ર અને અન્ય લોક સુખાકારીની સગવડો જે શહેરથી દૂર દૂર બનાવવા માં આવેલ છે.તેમ મામલતદાર કચેરીને સેન્ટર થી દુર નહી જવા માટે ઉગ્ર આંદોલનોની ચીમકી પણ ઉચારવા માં આવેલ અને જરૂર પડ્યે સૌ શહેરીજનોને સાથે રાખી
રસ્તા રોકો આંદોલન કરવા માટે પણ ફરજ પડશે તે તમામ બાબતે કલેકટર સાથે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી.








