GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:અન્નદાન એ જ મહાદાન ઉક્તિને સાર્થક કરવા કલરવ શાળામાં જરૂરિયાતમંદ બાળકો માટે કરવામાં આવેલ અનોખો પ્રયોગ

 

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૫.૨.૨૦૨૫

તારીખ 14 મી ફેબ્રુઆરી એટલે અન્નપૂર્ણા દિવસ .છેલ્લા કેટલાક દાયકાથી દેશનો યુવા ધન પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ આકર્ષાઈ રહ્યો છે અને પોતાની સંસ્કૃતિને ધીમે ધીમે ગુમાવી રહ્યો છે ત્યારે પોતાની સંસ્કૃતિ ને જાણે અને પોતાની સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ થાય એ જવાબદારી આપણી છે. આ ઉમદા હેતુને ધ્યાનમાં રાખીને છેલ્લા કેટલાય વર્ષોથી અન્નપૂર્ણા દિવસનું આયોજન શાળા દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ બીજાના દુઃખોને સમજે અને તેમના દુઃખોને દૂર કરી તેમનામાં સહયોગની ભાવના કેળવાય એવો હોય છે. એવા આશયથી કલરવ શાળામાં દર વર્ષે 14 ફેબ્રુઆરીના દિવસને અન્નપૂર્ણા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં બાળકોને અન્નની તૃપ્તિ થાય તે માટે શાળાના શિક્ષક ગણ વિદ્યાર્થી ગણ અને વાલીગણ સાથે મળીને થેપલા, બુંદી, ફૂલવડી, બટાકાનું શાક તેમજ પેન્સિલ અને ફૂટપટ્ટી ની કીટ બનાવીને ગામડાના બાળકો સુધી પહોંચાડવાનો ઉમદા કાર્ય હાથ ધરવામાં આવે છે.જેમાં હાલોલ તાલુકાના આજુબાજુના વિસ્તારો જેવા કે ગોપીપુરા, ભીખાપુરા, નૂરપુરા, મોટી ઘોડી પ્રાથમિક શાળા અને આજુબાજુના વિસ્તારના કુલ 500 જેટલા બાળકોને અન્નપૂર્ણા દિવસે અન્નની તૃપ્તિ કરાવવામાં આવી હતી.ઉમદા કાર્યમાં સાથ સહકાર આપનાર તમામ વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો શાળાવતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!