વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
જિલ્લા કક્ષાની શાળા રમતમહોત્સવ 2025-26નું ભવ્ય આયોજન રાનકુવા ખાતે કરવામાં આવ્યું હતું. આ રમતમહોત્સવમાં ખેરગામની જનતા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું છે.
અંદર-14 કબડ્ડી સ્પર્ધામાં યશ શુક્કરભાઈ જોગારી
અંદર-19 કબડ્ડી સ્પર્ધામાં રણજીતભાઈ દેવજીભાઈ મોકાશી
જિલ્લા કક્ષાની કબડ્ડી ટીમમાં પસંદગી પામી શાળાને ગૌરવ અપાવ્યું છે.હવે આ વિદ્યાર્થીઓ આગામી રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયારી કરી રહ્યા છે.આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ચેતનભાઈ કે. પટેલ, માર્ગદર્શક શિક્ષકશ્રી કેતનભાઈ સી. પટેલ, તથા સમગ્ર શાળા પરિવાર તરફથી હર્ષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ શ્રી જનતા કેળવણી મંડળ, ખેરગામ તરફથી પણ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવાયા હતા.