GUJARATSABARKANTHA
ઇડર તાલુકાના જામરેલા કંપા ખાતે પટેલ સુરેશભાઈ કરસનભાઈ ના ખેતરમાં છ વીઘા ઉપરાંત ની મગફળી છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદથી બગડી રહેલ છે

ઇડર તાલુકાના જામરેલા કંપા ખાતે પટેલ સુરેશભાઈ કરસનભાઈ ના ખેતરમાં છ વીઘા ઉપરાંત ની મગફળી છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદથી બગડી રહેલ છે બે દિવસ અગાઉ 01:45 ઇંચ વરસાદ પડેલ અને આજે બે ઇંચ વરસાદ પડવાથી હાથમાં આવેલ કોળિયો લૂંટાઈ જાય તેવી સ્થિતિ છે મગફળી પાકવાના દિવસો પૂરા થઈ ગયા હોવાથી વડાલી ઇડર વિજયનગર ખેડબ્રહ્મા મગફળી પાકી ગયેલ છે હવે મેઘરાજા ખમૈયા કરે તો જ ખેડૂતો ને કંઈક ખર્ચા જેવું મળે તેમ છે આમ ઘાસચારો પણ સો ટકા નિષ્ફળ ગયેલ છે મોંઘા બિયારણો ખાતર દવાઓ અને મજૂરી કરવા છતાં આખરે ખેડૂતોને કુદરત પર મીટ માંડીને બેઠા છે ન જાણે જાનકીનાથ કાલે સવારે શું થવાનું છે તે પ્રમાણે ખેડૂતોના કિસ્મતમાં જે લખાયું હશે તે મળવું પણ મુશ્કેલ બનશે
અહેવાલ:- પ્રતિક ભોઈ



