ખેડબ્રહ્માના ભરમીયા ગામના જમુબેનને સંકલિત ડેરી વિકાસ યોજના અંતર્ગત દૂધાળી ભેંસ માટે સહાય મળી
*ખેડબ્રહ્માના ભરમીયા ગામના જમુબેનને સંકલિત ડેરી વિકાસ યોજના અંતર્ગત દૂધાળી ભેંસ માટે સહાય મળી*
**********
*હવે મારા બાળકો પૌષ્ટીક આહાર સમાન ઘરનું દૂધ પીવે છે. –લાભાર્થી જમુબેન*
******
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ભરમીયા ગામના વતની જમુબેન પોપટભાઇને સંકલિત ડેરી વિકાસ યોજના અંતર્ગત દૂધાળી ભેંસ માટે સહાય આપવામાં આવી છે. સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ આદિવાસી કુટુંબોને ગરીબી રેખાથી બહાર લાવવાનાં હેતૂથી અમલ કરવામાં આવ્યો છે. આ યોજનાની શરૂઆત ૨૦૦૭-૦૮થી કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત લાભાર્થી આદિવાસી કુટુંબને બે દૂધાળા પશુ અને અન્ય સાધન સહાય અંતર્ગત, વાસણોની કીટ, કેટલ ટ્રાન્સપોટેશન, પશુવીમો, પશુ સારવાર, પશુખાણદાણ, તથા લાભાર્થીઓને તાલીમ આપવામાં આવે છે. આ સહાય અંતર્ગત એક દૂધાળા ભેંસ માટે ૪૫ હજારની સહાય આપવામાં આવે છે.
લાભાર્થી જમુબેન પોપટભાઇ જણાવે છે કે તેમને સંકલિત ડેરી વિકાસ યોજના અંતર્ગત દૂધાળી ભેંસ માટે સહાય મળતા બાળકો પૌષ્ટીક આહાર સમાન ઘરનું દૂધ પીવે છે અને આર્થિક રીતે પણ મદદ મળી રહે છે. આ યોજનાનો ઉદ્દેશ પશુપાલન વ્યવસાયમાં જોડાયેલ મહત્વની કડી મહિલાઓને લઇ તેનો વિકાસ કરવાનો છે. આદિવાસી વિસ્તારમાં રહેલા નબળા ઢોરની જગ્યાએ જાતવાન જાનવરનો વિકાસ કરી પશુપાલન વ્યવસાય માટે જરૂરી માળખુ ઉભું કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
**************